AHMEDABAD : સ્પા માલિક પ્રશાંત સોની દારૂ અને અન્ય નશાનો શોખીન કે શું !? પોતાના જ સ્પા માં કામ કરતી યુવતીઓ સાથે રાત્રીના સમયમાં કરે છે સ્પા માં જ મોજ મસ્તી !

0
523

અમદાવાદ શહેરમાં દારૂ જુગારના ધંધાનું તો તમે સાંભળ્યું જ હશે પરંતુ આજે અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક સ્પા સંચાલક પ્રશાંત સોની કે જે હવે ચલાવી રહ્યો છે ઓનલાઈન દેહવ્યાપાર નો ધંધો. પ્રશાંત સોની નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમય થી થલતેજ અને આનંદનગર વિસ્તારમાં એક સ્પા ચલાવે છે જેમાં એક સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો છે જે તદ્દન ગેરકાયદેસર છે પરંતુ અહીં ચાલતા સ્પા સેન્ટરમાં અનેક યુવા ધન બરબાદ થવા જઈ રહ્યું છે અને સોલા પોલીસ અને આનંદનગર પોલીસ ને આ બાબતે કોઈ ન પ્રકારની કાર્યવાહી કરવામાં રસ લાગતો ન હોય તેવું લાગી રહ્યું છે.પ્રશાંત સોની દ્વારા હવે આ સ્પા સેન્ટર ઉપર બેસી ને જ અનેક વોટ્સઅપ નંબર દ્વારા ઓનલાઈન દેહવ્યાપાર નો ધંધો શરૂ કરી દીધો છે જેમાં કોઈ પણ કસ્ટમર મેસેજ કરે તો તે વ્યક્તિ ને છોકરીઓના ફોટા મોકલવામાં આવે છે અને ત્યારબાદ પ્રશાંત સોની દ્વારા ભાવ તાલ નક્કી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ જ છોકરી ને મોકલવામાં આવે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત સોની દ્વારા અમદાવાદ શહેરની અનેક નામચીન હોટલોમાં પણ આ છોકરીઓને મોકલવામાં આવતી હોવાની હકીકત જાણવા મળી રહી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત સોની ઉપર તેની જ પત્નીએ સુરત કોર્ટમાં ભરણ પોષણનો કેસ કરેલ છે અને તે કોર્ટમાં પણ નહીં જતો હોવાની વાતો સામે આવી રહી છે અને જ્યારે કોર્ટમાંથી વોરંટ નીકળવામાં આવે છે ત્યારે સેટેલાઇટ અને આનંદ નગર પોલીસ તે વોરંટ ની બજવણી કર્યા વગર જ પાછું મોકલી દેતા હોવાની વાતો ચર્ચાએ જોર પકડ્યું છે.વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત સોની પોતાની માલિકી નું ઘર ન ધરાવતો હોઈ રોજ રાત્રે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ પોતાના સ્પા સેન્ટરમાં જ રાતવાસો કરે છે અને રાત્રી ના સમયે આ સ્પા માં જ દારૂ અને અન્ય નશાની મહેફિલો માણતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને પોતાના જ સ્પા માં કામ કરતી યુવતીઓ ને પોતાની માયાજાળ માં ફસાવી પોતાની સાથે જ રાતવાસો કરાવતો હોવાની વાત આખા વિસ્તારમાં ચર્ચાઈ રહી છે તો આ બાબતને લઈ ને આનંદ નગર પોલીસ સ્ટેશન નો ડી સ્ટાફ શા માટે મૌન સેવી રહ્યો છે તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.જો ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશાંત સોની ના ખાતા નંબર અને મોબાઈલ નંબરો ની યોગ્ય ચકાસણી કરવામાં આવે તો પ્રશાંત સોની છોકરીઓ ક્યાંથી લાવે છે અને શું કરે છે તે બધી જ હકીકતો ઉપર થી પર્દાફાશ થવાની સંભાવનાઓ રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here