AHMEDABAD : દિલ્હી CM કેજરીવાલ ને લાગ્યો 1000 વોલ્ટનો ઝાટકો ! જે રીક્ષા ચલાકના ઘરે જમવા ગયા એ રીક્ષા ચાલક ભાજપની ટોપી પહેરી મોદી ની સભામાં જોવા મળ્યો !

0
296

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા જ અમદાવાદના ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા. તે વિક્રમ દંતાણી આજે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે આવ્યો હતો.

રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે એવી રીતે જમવા બોલાવ્યાં હતા. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યા હતા.હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.

જ્યારે અરવિંદ કેજરીવાલ મારા ઘરે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાં મોટાભાગના લોકો તેમના જ માણસો હતા. અડધા માણસો યુનિયન તરફથી અને બીજા એમના માણસો હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નથી.ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત થાય અને જ્યારે પણ કઈ કામ હોય તો તેઓ કરે છે એટલે ભાજપ બધું કામ કરી આપે છે. હું તો ભાજપ સાથે જોડાયેલું છું.ભાજપ સરકાર હોય ત્યાં મને કોઈ ડર નથી.ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જાઉ છું.મારા ઉપર કોઈ દબાણ નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી.હું જાતે જ આ સભામાં આવ્યો છું.

વિક્રમે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે જમતી વખતે મારી સાથે મારા પરિવાર વિશે વાતચીત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે મારા ઘરમાં કોણ કોણ છે. મેં કહ્યું મારા ઘરમાં મારા બે ભાઈ, મારી પત્ની, 1 વર્ષની બાળકી અને મારી માતા સાથે રહું છું. વિક્રમભાઈનાં પત્ની નિશાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે બપોરના સમયે મારા પતિ વિક્રમભાઈ કાર્યક્રમમાંથી ઘરે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સાહેબ આપણા ઘરે જમવા આવવાના છે. ત્યારે મને જાણ થઈ કે મારા ઘરે તેઓ જમવા આવવાના છે, જેથી અમે તૈયારી શરૂ કરી હતી અને તેમને દૂધીનું શાક, દાળ-ભાત અને રોટલી જમાડયા હતા. દરરોજ જે અમે જમીએ છીએ એ જ જમવાનું તેમના માટે અમે બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here