AHMEDABAD : વટવા અને વટવા જીઆઈડીસી વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ધરાવતા “રાજ” નામના વહીવટદાર “ભા” સામે એક આઈ.પી.એસ. પણ ઝૂકી ગયા કે શું !? જાણો વિશેષ અહેવાલ !

0
1282

તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા કરાયેલા આદેશને પગલે રાજ્યના પોલીસવડાએ 100 થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરી હતી જેમાં અમદાવાદથી 16 ઇન્સ્પેક્ટર અમદાવાદની બહાર ટ્રાન્સફર થયા છે.
અમદાવાદમાંથી જે ઇન્સ્પેક્ટરની બદલી થઈ તેમાં શહેરના ક્રીમ પોલીસ સ્ટેશન ગણાતા વટવા જીઆઇડીસીના પોલીસ ઇન્સ્પેક્ટરની પણ સુરત બદલી થઈ છે. હવે ખાલી પડેલા વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં પોતાના પોલીસ ઇન્સ્પેક્ટરને લાવવા માટે અમદાવાદના વહીવટદારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ કે એક વહીવટ દારે એવી જીદ પકડી છે કે વટવા અને વટવા જીઆઇડીસીમાં તો મા ‘રાજ ઇન્સ્પેક્ટર લાવવાના છે.એક તરફ શહેરમાંથી વહીવટદાર રાજ નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરે તમામ વહીવટદારોને પોલીસની કે કંપનીમાં બદલી કરી દીધી હતી અને તમામને યુનિફોર્મ પહેરીને જાપતામાં ભારત ભ્રમણ કરાવવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં વહીવટદારો પોતાનો એક્કો સાચો સાબિત કરાવવા માટે હજુ પણ પોતાના ઇન્સ્પેક્ટરને વધારે તે પોલીસ મથકમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.ઘણા લાંબા સમયથી વટવા ,વટવા જીઆઇડીસી અને નારોલ પોલીસ સ્ટેશનમાં “રાજ” કરતા” ભા “નામના વહીવટદારને કારણે નારોલ પોલીસ ઇન્સ્પેક્ટરને ઘર ભેગા થવું પડ્યું હતું. આ વિવાદ એટલો બધો ચાલ્યો હતો કે શહેરમાંથી તમામ વહીવટદારોને ભેગા કરીને હેડ કોટર્સ માં મોકલી દેવામાં આવ્યા હતા.
આટલા વિવાદ બાદ પણ આ વહીવટદાર પોતાના પ્રદીપ નામના સાથીદાર સાથે વટવા જીઆઇડીસી માં સુરત થી બદલી થઈને આવેલા પોતાના ઇન્સ્પેક્ટરને લાવવા ધમપછાડા કરી રહ્યા હતા તેમણે એક પૂર્વ મંત્રી પાસે પણ સિનિયર આઇપીએસ અધિકારીને ફોન કરાવીને પોતાના ઇન્સ્પેક્ટરની સીટ પાકી કરાવી લીધી હતી.જોકે આ બાબત શહેરના અન્ય વગદાર માણસો સુધી પણ પહોંચી ગઈ હતી અને બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર માટે શહેરના વગદાર માણસ હોય પણ સિનિયર આઇપીએસ અધિકારીને ભલામણ કરવાનું શરૂ કરી દીધું છે જેના પગલે હવે વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં પોતાના ઇન્સ્પેક્ટરને લાવવાની જીદ પુરી થઈ હતી.જેથી એક વાત સાબિત થઈ રહી છે કે વટવા અને વટવા જીઆઈડીસી વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ધરાવતા “રાજ” નામના વહીવટદાર ની જીદ સામે એક પોલીસ કમિશ્નરે પણ નમતું જોખ્યું અને “રાજ” કરતા “ભા” પોતાના પી.આઈ.ને લાવવામાં સફળ થયા હોવાની વાત ચર્ચાએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here