સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવનું નિધન ! 82 વર્ષની ઉંમરે મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ !

0
240

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષના મુલાયમ સિંહ યુરિન ઇન્ફેક્શનને કારણે 26 સપ્ટેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. 2 ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેદાંતાના પીઆરઓએ જણાવ્યું હતું કે મુલાયમ સિંહને યુરિનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડપ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી. સ્થિતિમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર ખસેડ્યા હતા.

22 નવેમ્બર 1939ના રોજ સૈફઈમાં જન્મેલા મુલાયમ સિંહ યાદવનું શિક્ષણ ઈટાવા, ફતેહાબાદ અને આગ્રામાં થયું હતું. મુલાયમ થોડા દિવસો માટે મેનપુરીના કરહલમાં જૈન ઈન્ટર કોલેજમાં પ્રોફેસર પણ રહ્યા હતા. પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરના મુલાયમ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમનાં પ્રથમ પત્ની માલતી દેવીનું નિધન મે 2003માં થયું હતું. અખિલેશ યાદવ મુલાયમની પહેલી પત્નીના પુત્ર છે. રાજનેતાઓથી લઈને સામાન્ય લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મુલાયમ સિંહ યાદવ બે વર્ષથી બીમાર હતા. સમસ્યા વધી જતાં તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે તેમને કોરોના પણ થયો હતો. ઑગસ્ટ 2020થી ઑક્ટોબર 2022 સુધી, ક્યારે-ક્યારે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ હતી.

26 સપ્ટેમ્બર 2022ના રોજ મુલાયમ સિંહ યાદવ છેલ્લે તપાસ માટે મેદાંતા ગુરુગ્રામ પહોંચ્યા હતા. ત્યારથી તે છેક સુધી ત્યાં જ દાખલ હતા. 5 સપ્ટેમ્બર 2022ના રોજ પણ તેમને સિંહને મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 13 ઓગસ્ટ 2022ના રોજ પણ તેમને મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 જૂન 2022ના રોજ તેઓ નિયમિત ચેકઅપ માટે મેદાંતા ગયા હતા. તેમની તબિયત બગડતાં તેમને 2 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. 15 જૂન 2022ના રોજ પણ તેમને મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ એ જ દિવસે તેમને રજા આપવામાં આવી હતી. 1 જુલાઈ, 2021ના ​​રોજ જ્યારે મુલાયમ સિંહ યાદવની તબિયત બગડતી હતી ત્યારે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2020માં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જોકે તેમને વેક્સિન મુકાવી હતી. પેટમાં દુખાવાને કારણે ઓગસ્ટ 2020માં મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. ટેસ્ટમાં યુરિન ઈન્ફેક્શન જણાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here