GUJARAT : ચૂંટણી ટાણે ગુજરાત રાજ્યની શાંતિ ના ડહોળાય તે માટે ભાજપે આપ નેતા ગોપાલ ઈટાલીયા સામે નો તખ્તો તૈયાર કર્યો કે શું !? ભરી શકે છે તડીપારી કે પાસા !?

0
109

ભાવનગરના ટીંબી ગામના વતની, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કરેલી ટિપ્પણીનો વીડિયો વાયરલ થયા પછી દિલ્હીના મહિલા આયોગે તેને નોટિસ ફટકારી હાજર થઈને ખુલાસો કરવા ફરમાન કર્યું હતું. ગુરુવારે દિલ્હીમાં ઇટાલિયાની અટકાયત કરવામાં આવી. ત્રણ કલાક પૂછતાછ કરાઈ. ઇટાલિયાએ અપમાનિત કરતા નિવેદનો કર્યા, એટલું જ નહીં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકીને અપમાનિત કરતા કૃત્યો પણ કર્યા. ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં અટકાયત કરવામાં આવી તે પહેલીવાર નથી થયું. અગાઉ પણ તમની ચાર વખત ધરપકડ થઈ છે અને બે વાર અટકાયત થઈ છે. ભગવાન કૃષ્ણને રાક્ષસ કહીને અપમાનિત કરવા બદલ તેની સામે કેસ દાખલ થઈ ચૂક્યો છે. ગોપાલ ઇટાલિયાની ક્યારે અને ક્યા કારણોસર ધરપકડ થઈ કે અટકાયત થઈ, તે જાણીએ….

શુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ગુજરાત રાજ્યની શાંતિ ડહોળાવવા માંગે છે !?

2017 થી 2022 માં ગોપાલ ઈટાલીયા ઉપર અનેક ગુન્હા નોંધાઈ ચુક્યા છે !

શુ ગુજરાત સરકાર કાયદો અને વ્યવસ્થા ને ધ્યાન માં રાખી ચૂંટણી ટાણે શાંતિ ના ડોહળાય તે માટે આપ નેતા ગોપાલ ઇટાલીયા ઉપર તડીપાર કે પાસા ભરી શકે છે !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here