BREAKING NEWS : હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર ! જાણો ક્યારે યોજાશે ચૂંટણી અને ક્યારે આવશે પરિણામ ! ગુજરાત ચૂંટણી તારીખ માટે જોવી પડશે રાહ !

0
146

ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ECની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. ECએ કહ્યું- કોરોનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો 20 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે અને તેમાં ‘લોકશાહીનો તહેવાર’ પણ ઉમેરાવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ કરવામાં આવી છે.

રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમણે 2019ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ પણ ટાંક્યું જ્યાં મેટ્રો શહેરોમાં મતદાન ઓછું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાચલમાં કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કુલ 55 લાખ મતદારો છે. જેમાંથી 15 લાખ મતદારો બેલેટ દ્વારા મતદાન કરશે. 1.6 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here