જુગાર કલબ ચલાવવામાં નામચીન ગણાતા બાબુ દાઢી ના ત્યાં અનેક પોલીસ કર્મીઓ જુગાર રમતા આવતા જ હોય છે પણ જો વિજિલન્સ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો બાબુ દાઢી નો ભાગીદાર જ હિતેન્દ્રસિંહ તખતસિંહ છે અને આ વહીવટદાર ની ખાતાકીય તપાસ કરવામાં આવે તો અનેક બેનામી સંપતિઓ મળી આવે તેમ છે.બાબુ દાઢીના જુગરધામ ઉપર વારંવાર રેડ પાડવા છતાં પણ સ્થાનિક સાબરમતી પી.આઈ.ઠાકર ઉપર શા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.
અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ હોય તે માત્ર વાતો નહીં પણ રોજ રોજ બની રહેલી ઘટનાઓ સાબિત કરી રહી છે. શહેર પોલીસ કમિશનર જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ક્રિય સાબિત થયા છે અને ત્યાં ઉપરા ઉપરી હત્યાના બનાવો બન્યા છે. શહેરમાં હત્યાઓના સિલસિલા વચ્ચે હવે પોલીસકર્મીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. શહેરમાં 24 કલાકમાં પાંચ પોલીસ કર્મીઓએ શહેર પોલીસનું માથું શરમથી ઝૂકાવી દીધું છે. જેમાં એક પોલીસ કર્મી બેફામ બનીને તોડ કરી રહ્યા હતા તો 4 પોલીસ કર્મી જુગારના સ્ટેન્ડ પરથી ઝડપાયા છે. આ સમગ્ર મામલે શહેર પોલીસને બે અલગ અલગ એજન્સીઓની રેડને કારણે શરમથી માથું ઝુકાવવું પડ્યું છે.
અન્ય કિસ્સામાં એક જુગારનું સ્ટેન્ડ ચાલુ હતું. પોલીસનું કામ છે અહીં દારૂ અને જુગાર બંધ કરાવવાનું છે. પરંતુ ચાલતા જુગારના સ્ટેન્ડ પર ચાર પોલીસ કર્મચારીઓ મળી આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાબુ દાઢીના જુગારધામ પર રેડ કરી ત્યારે હિતેન્દ્ર તખ્તસિંહ જે સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર ઠાકરનો વહીવટ સંભાળે છે. તેની સાથે અમદાવાદના એક બ્રાન્ચના એસીપીનો વહીવટ સંભાળતા હિતેન્દ્ર સિંહ ચંપાવત, એક પી.એસ.આઇ, દર્શન સિંહ પરમાર અને કિશોર અનુપમ વિજિલન્સની રેડ દરમિયાન જુગારના સ્ટેન્ડ પરથી મળી આવ્યા હતા.
વિજિલન્સની ટીમે આ ચારેય પોલીસ કર્મચારીઓની અટકાયત કરીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે આ તમામ સામે પોલીસ ફરિયાદ પણ ટૂંક સમયમાં દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં નવરાત્રિ સમયે જ એક પછી એક હત્યાના બનાવ બન્યા તે પણ પોલીસ કમિશનર રહે છે તે જ વિસ્તારમાં હત્યાના બનાવ બનતા સ્થાનિક પોલીસ જરા પણ ક્યાંય કંટ્રોલ રાખી શકતી ન હોવાની સાબિત કરે છે, તેની સાથે 24 કલાકમાં પાંચ પોલીસ કર્મચારીને અમદાવાદ શહેરમાં ધરપકડ થતા હવે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.