AHMEDABAD : અમદાવાદ શહેરમાં મતદારયાદી સુધારામાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોની વેદના ! ત્રણ મહિનાનો પગાર આપવામાં કંપની એ.બી.એન્ટરપ્રાઇઝના ઠાગા થૈયા ! વિધાનસભા ઇલેક્શન પહેલા જ કર્મચારીઓ વિરોધના મૂડ માં !

0
175

અમદાવાદ શહેર માં ૨૧ વિધાનસભા નો સમાવેશ થાય છે જ્યારે વાત કરીએ અમદાવાદ શહેરમાં સરકારી ઓફિસો માં કામ કરતા આઉટસોસિંગ કર્મચારીઓ ની તો જેમા કોન્ટ્રાક્ટ પર કામ કરતા પટાવાળા, ડ્રાઇવર,અને મતદારયાદી માં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર નો સમાવેશ થાય છે.
છેલ્લા બે થી ત્રણ મહિના ના પગાર આપવામાં આવેલ નથી જેમાં પટાવાળા ને ડ્રાઇવરો ને પગાર કરી નાખ્યા પરંતુ કોમ્પ્યુટર ઓપરેટર ના પગાર કરવામા આવતા નથી ને ચૂંટણી દરમિયાન રાત દિવસ કામ કરાવી શોષણ કરતા હોય તેમ લાગે છે પરતું મહેનતાણું મળતું નથી
બે બે મહિના નું મહેનતાણું આપવામાં આવતું નથી ને દિવાળી જ સમયે મધ્યમ વર્ગ ના પરિવાર માં થી લોકો એમનું ગુજરાન ચલાવતા હોય ને મહેનતાણું ના મળે તો કોને કહેવાનું ?
અમારા વિધાનસભાઓ માંથી બિલ 16000 ની આસપાસ નું મુકવામાં આવે છે અને અમને મહેનતાણું ટોટલ 9500 રૂપિયા જ આપવમાં આવે છે તો જે એજન્સી એ.બી એન્ટર પ્રાઇઝ ના નામે ઓળખાય છે એ એજન્સી ક્યાં કારણ થી આટલા રૂપિયા ગરીબ ઓપરેટરો ના કાપી શકે? અને અમે ફોન કરી ને પગાર ની વાત કરીએ તો ઉધતાઈ પૂર્વક જવાબ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here