MORBI : મોરબી બ્રિજ દુર્ઘટના ! મોતનો આંકડો પહોંચ્યો 190 ઉપર ! કેવડીયામાં પી.એમ.મોદી થયા ભાવુક !

0
615

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 30થી વધુ બાળકો સહિત 190 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુ પણ બે લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કન્ટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.. LIVE અપડેટ્સ – સાંજના 4 વાગ્યા સુધીમાં મૃતકોના પરિવારજનોના ખાતામાં સરકાર સહાય નિધિ જમાં કરશે – ભલે હું એકતાનગરમાં હોઉ, પણ મારું મન મોરબીના પીડિતો પાસે છે: PM મોદી – એક તરફ શોક, બીજી તરફ કર્તવ્ય: PM મોદી – પીડિત પરિવાર પ્રત્યે સંવેદના: પી.એમ. મોદી​​​​​​​​​​​​​​- બચાવ કામગીરી સતત ચાલી રહી છે: પી.એમ. મોદી​​​​​​​- દુર્ઘટના પર પી.એમ. મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું – મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેક્ટર, રેન્જ IG, SP સહિતના તમામ અધિકારીઓ સાથે બેઠક મળશે – કલેક્ટર કચેરી ખાતે મળશે હાઈ લેવલની મીટિંગ​​​​​​​- મેનેજમેન્ટ કરનાર અને મેઇન્ટેન્સ કરનાર કંપનીનો ઉલ્લેખ કરાયો​​​​​​​- Firમાં ઓરેવા કંપનીના નામનો ઉલ્લેખ નહીં!​​​​​​​- મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ​​​​​​​ ફરિયાદી બન્યા ​​​​​​​- બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે: હર્ષ સંઘવી – હજુ બે લોકો ગાયબ છે: હર્ષ સંઘવી – મુખ્યમંત્રી – ગૃહમંત્રી સતત નિરીક્ષણમાં – આખી રાત ચાલેલું સર્ચ-ઓપરેશન હજુ પણ યથાવત્ – NDRF બાદ ભુજ આર્મીની ટીમ પણ મોરબી આવી પહોંચી છે. – ભુજ આર્મીની ટીમ ચાર બોટ સહિત બચાવ સામગ્રી સાથે મોરબી આવી પહોંચી. – પાણીમાં આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. – પોણાબે વાગે પણ મૃતદેહ મળી રહ્યા છે. – સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે. – સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યનાં મૃત્યુ થયાં. – સગાં બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનોનાં મોત. – એક પરિવારના 12 સભ્યોનાં થયાં મૃત્યુ. – ગુનાની તપાસની અધ્યક્ષતા રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે. – દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે. – અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે. – ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. – કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો. – કલમ 114 પણ લગાવવામાં આવી છે. – કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. – 108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું હતું કે 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે. – દુર્ઘટનાને પાંચ કલાક થયા, પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન. – જલારામબાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો. – વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે. – મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. – ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત. – વડોદરાથી ફાયરબ્રિગેડના 17 જવાનની ટીમ મોરબી જવા માટે રવાના, ટીમ પાસે અંડરવોટર જોઈ શકાય એવા કેમેરા પણ છે​​​. – CM ભૂપેન્દ્ર પટેલે મોરબી પહોંચી નિરીક્ષણ કર્યું. – વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે અમદાવાદનો રોડ શો રદ. – 99 મૃતદેહ મોરબી હોસ્પિટલમાં પહોંચ્યા, મોટા ભાગનાં બાળકો, એક-એક પલંગ પર બે-બે મૃતદેહ, હજુ આંક વધે એવી શકયતા: ડોકટરનાં સૂત્રો. – રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રી જિતુ વાઘાણી. – શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શોક વયક્ત કર્યો. – નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ – અશોક યાદવે કહ્યું, 400 લોકોને ટિકિટ આપવામાં આવી હતી. – મોતનો આંકડો 100ને પાર. – મૃતદેહોને શોધવા મચ્છુ નદીનું પાણી કાઢવાની કવાયત શરૂ. – 1 નવેમ્બરનો પીએમ મોદીનો સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ. – અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ અને ગોમતીપુરના 25 ફાયર જવાનો મોરબી જવા રવાના. – જામનગરથી એરફોર્સના 50 ગરુડ કમાન્ડો મોરબી જવા રવાના. – કેવડિયાથી પીએમ મોદી મોરબી જઇ શકે છે. – ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા. – રાજકોટથી પોલીસ કોન્વેય સાથે 108 મોરબી જવા રવાના. – જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના. – મોરારિબાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી. – મૃતકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી. – રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું. – પોલીસે SIT (પાંચ સભ્યો)ની રચના કરી. – 1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર. – 2. કેએમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર. – 3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જિ., એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ. – 4. સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન. – 5. સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ. – રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના. – મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ. – ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માગ. – જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માગ. – મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોનાં ટોળેટોળાં એકત્ર થવા લાગ્યાં. – 150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતા છે: હર્ષ સંઘવી.​​​​​- અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમર્જન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની. – 50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની. – 50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી, તેમ છતાં તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની. – મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક.​​​​​- અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી. – 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો. – 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા. – કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર. – મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વધુ શકે છે. – મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટનાસ્થળે. – CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના. – CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા. – મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુનાં મોત થયાં હોવાનું જણાવ્યું. – તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય એ અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી. – 70થી વધારે ઇજાગ્રસ્તો​​​​​​ને હોસ્પિટલ પહોંચાડાયા: હર્ષ સંઘવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here