મોરબી ઝૂલતા બ્રિજની ઘટના બાદ અમદાવાદના સાબરમતી નદી ઉપરના અટલ બ્રિજ ઉપર એક કલાકમાં ફક્ત 3000 લોકોને જ પ્રવેશ !

0
549

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ હવે જાહેર સ્થળો પર મર્યાદિત લોકો એક સમયે રહે તેના માટેના નિર્ણયો લેવાના શરૂ થયા છે. જેમાં અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRDCL) દ્વારા લેવામાં આવ્યો છે. 3 હજાર લોકો જ બ્રિજ દર કલાકે જઈ શકશે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે સંજ્ઞાન લઈને SRDCL દ્વારા અટલ બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યા નિર્ધારિત કરી છે. હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે. તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

SRDCL દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટના બાદ હવેથી અટલ બ્રિજ પર મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. અટલ બ્રિજની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે. પરંતુ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને હવેથી દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. અટલબિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે, પરંતુ સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોને અપીલ છે કે જો, 3 હજારથી વધારે લોકો થઈ જાય તો થોડા સમય લોકો બહાર નીકળી જાય. ત્યારબાદ અંદર પ્રવેશ મેળવે તેટલો સહકાર તંત્રને આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here