છેડતીખોર અને દારૂડિયા વ્યક્તિને આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી નો ચહેરો બનાવે તો સરકાર કેમની ચાલશે !? શુ મહિલાઓ રહેશે સુરક્ષિત !?હવે ગોપાલ ઇટલીયા ધકેલાશે હાંશિયા માં !?
આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આમાંથી 73%એ ઈસુદાનને પસંદ કર્યા છે. આમ, AAPએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાનને CMના ઉમેદવાર બનાવીને પાટીદાર અને ઓબીસી બંને સમુદાયનું બેલેન્સ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે દિવ્ય ભાસ્કરે કરેલા સર્વેમાં 36 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને 13,202 લોકોએ એટલે 36%એ ઈસુદાન ગઢવીની પસંદગી કરી હતી.
AAPના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થતાં જ ઈસુદાને તુરત જ હોલમાં ઉપસ્થિત પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા હતા. ઈસુદાનના માતાએ ‘જય મોગલ મા, જય દ્વારિકાધીશ’નો જયઘોષ કરીને પુત્રને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત ઈસુદાનની પત્ની હિરલ ગઢવી ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં હાજર હતા જેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ તેમણે સ્ટેજ પર જઈને પાર્ટીના સહયોગીઓનો આભાર માન્યો હતો.
અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે કહ્યું હતું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ ત્રીજો વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે એસી રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબની જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોડા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.