WORLD : શુ ભારત પાકિસ્તાન ટકરાશે T20 વર્લ્ડકપ ફાઇનલમાં !? સટ્ટા માર્કેટમાં આવ્યો ગરમાવો !?

0
132

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં હવે સેમિફાઈનલની ચારેય ટીમ હવે નક્કી થઈ ગઈ છે. જેમાં ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે, તો ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને ટૉપ-4માં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે પહેલી સેમિફાઈનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.

ત્યારે આવી સ્થિતિમાં આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ખરાખરીનો મુકાબલો જોવા મળી શકે છે. કેવી રીતે એ આપણે જાણીએ…

અત્યાર સુધી રમાયેલા 7 T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એકસાથે માત્ર એકવાર જ સેમિફાઈનલમાં પહોંચ્યું છે. તે પણ 15 વર્ષ પહેલા, એટલે કે 2007માં આવ્યું હતું. આ પછી બન્ને ટીમ એકસાથે સેમિફાઈનલમાં પહોંચી નથી.

2007ના T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ પોત-પોતાની સેમિફાઈનલ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી. તે વખતે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને, તો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આના પછી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને પહેલા જ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બનીને ક્રિકેટમાં એક નવો જ અધ્યાય શરૂ કર્યો હતો.

ત્યારે આ યાદ કરીને અને બન્ને ટીમના ફોર્મને જોઈને ફરી એકવાર બન્ને ટીમ ફાઈનલમાં આમને-સામને ટકરાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here