અમદાવાદ શહેર ફરી એક વખત કોલ સેન્ટર સીટી બન્યું ! સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં ધમધમતા કોલ સેન્ટર !?

0
146

લગભગ પાંચ સાત વર્ષ પહેલા અમદાવાદ શહેરના ભણેલા ગણેલા તમામ યુવક યુવતીઓને પૂછવામાં આવે કે શું કામ કરો છો? તો જવાબ મળે કે કોલ સેન્ટરમાં કામ કરીએ છીએ. ધાણી ફૂટ અંગ્રેજી બોલતા અને ડેશિંગ પર્સનાલિટી ધરાવતા યુવાનો કોલ સેન્ટરમાં મહિને સારું એવું કમાઈ પણ લેતા હતા.

અમદાવાદના સેગી ઠાકર હોય કે તેમના મળતીયાઓના કોલ સેન્ટર રાઉન્ડ ધમધમતા રહેતા હતા અને સાંજ પડે કરોડો રૂપિયાની આવક થતી હતી. પોલીસ કમિશનર ઓફિસથી તમામ કોલ સેન્ટર સંચાલકોને પ્રોટેક્શન આપવામાં આવતું હતું.

પોલીસ કમિશનર ઓફિસ પર બેસતા કોલ સેન્ટરના સરદાર
લક્ઝરીયસ કારમાં ઉઘરાણું કરી લેતા હતા. અમેરિકાનો ને કરોડો રૂપિયાનો ચૂનો લાગતા આ બાબતની ફરિયાદ એફબીઆઇમાં થઈ અને એફબીઆઇ એ દિલ્હી દરબારમાં આ બાબતે જાણ કરી.

દિલ્હીથી આદેશ છૂટ્યા કે આ કૌભાંડની તપાસ કરો અને મહારાષ્ટ્ર થાણેના તત્કાલીન પોલીસ કમિશનરે એક કોલ સેન્ટર પકડ્યું જેમાં 100 થી વધુ યુવક યુવતીઓ કામ કરતા હતા.
તપાસ નો રેલો સીધો અમદાવાદ પહોંચ્યો. નોટ બંધી ટાણે પોલીસ ની ટીમ અમદાવાદમાં આવી ગઈ હતી અને રોજે રોજ કોલ સેન્ટરના મોટા માથાઓની ધરપકડ અને પૂછપરછ થતી હતી.

કોલ સેન્ટર નો સરદાર ડરી ગયો. શહેરના રાજા કહેવાતા પોલીસ અધિકારીના ખુરશી નીચે પણ રેલો આવી ગયો. આખરે એક ખટપટીયા પોલીસ અધિકારીએ ગોઠવણ કરી અને તપાસ અટકી ગઈ. આ વાત ધીરે ધીરે ભુલાઈ ગઈ.

હવે ફરી એક વખત ચોક્કસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારો તેમજ પોસ્ટ વિસ્તારની મોંઘી ઓફિસોમાં ફરીથી કોલ સેન્ટર ધમધમતા થઈ ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કે જેને ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ માણસોના કોલ સેન્ટર પર દોરડા નહીં પાડવાની સૂચના મળી ગઈ છે. ચોક્કસ કોલ સેન્ટરોને સાચવીને શહેરમાં ધમધમતા કોલ સેન્ટરો ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ રેડ પાડી રહી છે. જોકે રેડ પાડ્યા બાદ ફરી વખત જે તે સંચાલકો જે તે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ ફરીથી કોલ સેન્ટર શરૂ કરતાં થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here