ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. દરેક જગ્યાએ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. રાજકીય રાજકીય પક્ષો અને નેતાઓના બેનરો તથા હોર્ડિંગ્સ દરેક જગ્યાએથી દૂર કરી દેવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદના સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલના બેનર હજી પણ યથાવત છે. તેઓના નવા વાડજ સ્થિત ધારાસભ્ય કાર્યાલયની બહાર જ નવા વર્ષની શુભેચ્છાઓ આપતું બેનર લગાડેલું છે. આચાર સહિતાનો અમલ શરૂ થઈ ગયો હોવા છતાં શા માટે આ બેનર હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉતાર્યું નથી. કલેક્ટર કચેરી દ્વારા પણ શા માટે આ તરફ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું તેના પર સવાલ ઉભા થયા છે.રાણીપ વિસ્તારમાં નવાવાડજ ગણેશ કોલેજથી રાણીપ તરફ જતા આવેલા જોગર્સ પાર્ક નામના બગીચાની બહાર લાગેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ બગીચાની બહાર પણ આ બોર્ડ હજી પણ લાગેલું જોવા મળી રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો અને નેતાઓના બેનરો ઉતારવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાંથી 3,000થી વધારે મોર્નિંગ અને બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. જો કે અમદાવાદના સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલની નવા વાડજ ગણેશ કોલેજ પાસે આવેલી ઓફિસની બહાર નૂતન વર્ષા અભિનંદન અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતું બેનર હજી પણ લગાવેલું છે.
ધારાસભ્ય અરવિંદ પટેલ ના ફોટા વાળું બેનર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હજી સુધી દૂર કરવામાં આવ્યું નથી. જેને લઇ અને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવવાની જવાબદારી કલેકટરની હોય છે પરંતુ આ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી અને હજી પણ ધારાસભ્યની ઓફિસની બહાર જ મોટું બેનર લગાડેલું છે આ મામલે હવે કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈ સવાલ ઉભા થઈ રહ્યા છે.