આવતીકાલે ચંદ્રગ્રહણ ! કઈ રાશિ ઉપર કેવી પડશે અસર ! જાણો જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુર ભટ્ટ સાથે !

0
778

8 નવેમ્બર મંગળવારના રોજ બપોરે 2.39 થી 6.19 સુધી રહેશે.
જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય અને પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. ત્યારે ચંદ્રગ્રહણની સ્થિતિ સર્જાય છે.

આ ચંદ્રગ્રહણ ભારત સહિત દક્ષિણ/પૂર્વ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. તેથી આ ચંદ્રગ્રહણની અસર ભારત પર પણ પડશે.
ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણનો વેધ સવારે 5.39 કલાક થી શરૂ થાય છે. આ ચંદ્રગ્રહણની ધાર્મિક અસર અને સુતક ભારતમાં માન્ય રહેશે. શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણમાં સુતક કાળના નિયમોનું પાલન કરવું જોઈએ.

મેષ રાશિ અને ભરણી નક્ષત્ર માં થનારું આ ચંદ્રગ્રહણ વિશ્વ માં મોટી ઉથલપાથલ સર્જશે. રાજકીય, કુદરતી, અને માનવ સર્જિત આફતો સર્જાય તેમ છે.

શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ચંદ્રગ્રહણ નો બાર રાશિ ના જાતકો ઉપર વિશેષ પ્રભાવ જોવા મળશે
● કુંભ, મિથુન, વૃશ્ચિક, અને કર્ક રાશિ ને શુભ ફળ પ્રાપ્ત થાય.
● સિંહ, તુલા, ધન, અને મીન રાશિ ને મધ્યમ ફળ પ્રાપ્ત થશે.
● મકર રાશિના જાતકોને અશુભ ફળ પ્રાપ્ત થાય.
અશુભ ફળ માં રાહત મેળવવા વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરવા

ચંદ્રગ્રહણના સુતક સમયગાળા દરમિયાન ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરશો નહીં. પૂજા કરવાનું ટાળો. ખાવું નહીં અને સૂવું નહીં. સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોનું વિશેષ ધ્યાન રાખો. ઈષ્ટ દેવ ના જાપ ધ્યાન કરવું . ગ્રહણના સમયગાળા દરમિયાન ખાવું કે સૂવું પણ પ્રતિબંધિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here