દારૂ જુગારના શોખીન ખેડા માતર ના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ની ટીકીટ કપાતા આમ આદમી પાર્ટીએ ગણતરીના કલાકોમાં મહિપતસિંહ ને હટાવી કેસરીસિંહ ને આપી દીધી ટીકીટ !

0
287

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુરુવારે યાદી જાહેર કરી હતી. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત વિવાદોમાં રહેલા ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણને આ વર્ષે રીપીટ કર્યા નથી. ભાજપે ટિકિટ ન આપતા મોડી રાત્રે કેસરીસિંહ ચૌહાણ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં આમ આદમી પાર્ટીએ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દીધી છે. માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ પાર્ટીએ તેઓની ટિકિટ કાપી કેસરીસિંહને ઉમેદવાર બનાવ્યા છે અને આજે સવારે 11 વાગ્યે તેઓ ફોર્મ ભરવા પણ જવાના છે.

ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી સતત બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણને ચાલુ વર્ષે ભાજપે રીપીટ કર્યા નથી. તેમની જગ્યાએ કલ્પેશભાઈ પરમારને ટિકિટ આપી છે. ભાજપે ટીકીટ ન આપતા કેસરીસિંહ ચૌહાણે રાત્રે ભાજપમાંથી રાજીનામું આપી અને ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી દેવામાં આવી છે. કેસરીસિંહ ચૌહાણએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી અને જણાવ્યું છે કે માતર વિધાનસભાના તમામ મતદારોને વડીલોને જણાવવાનું કે હું કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આજે સવારે 11 વાગ્યે ફોર્મ ભરવાનો છું.

એક તરફ આમ આદમી પાર્ટી એ માત્ર વિધાનસભા બેઠક પરથી યુવા ચહેરા તરીકે મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. પરંતુ હવે કેસરીસિંહ ચૌહાણ જોડાતાની સાથે જ મહિપતસિંહનું પત્તું આમ આદમી પાર્ટીએ કાપી નાખ્યું છે અને કેસરીસિંહને ત્યાંથી ઉમેદવાર બનાવ્યા છે. આ રીતે ઉમેદવાર બદલાતાની સાથે જ માતર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીમાં વિરોધનો સુર ઊઠી શકે છે. ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણ પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે.

ગ્રામજનોની હાજરીમાં સરપંચની ફેટ પકડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાની સાથે જ ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન ઘસી ગયું હતું અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચાર કરીને ફરિયાદ કરવા પણ પહોંચ્યા હતા. હાલોલના જિમિરા રિસોર્ટમાં પંચમહાલ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. એલ.સી.બી.એ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને 18 પુરુષમિત્રો અને ત્રણ નેપાળી મહિલા સહિત સાત મહિલામિત્રો સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here