GUJARAT : રિલાયન્સ જીઓએ ગુજરાતીઓને આપી મોટી ભેટ ! ગુજરાતના 33 જિલ્લાઓમાં શરૂ કર્યું 5G નેટવર્ક !

0
248

રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRU મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજથી 25 નવેમ્બર, એટલે કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રિકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સિરીઝથી શરૂઆત કરશે.

રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે રાજ્યનાં 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ ધરાવશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે, જેનાં 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલાં છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોનાં જીવનને અસર કરી શકે એ દર્શાવવા માગીએ છીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here