AHMEDABAD : જેના લોહીમાં રાજકારણની ગુંજ છે તેવા એલિસબ્રિજ વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર અમિતશાહ નો જીવન પરિચય ! વાંચો વિશેષ અહેવાલ !

0
301

પેથાપુર ગામના વતની અને અમદાવાદ શહેરમાં આવેલી રાજમહેતા ની પોળમાં ઉછરી ને મોટા થયા અને જન્મથી જ માતા પિતાના સંસ્કાર એવા મળ્યા અને માતા પિતાના આશિર્વાદ થી સમજણ આવતા જ જેના લોહીમાં રાજકારણ ની ગુંજ ઉઠી અને પરિવાર સાથે વાસણા વિસ્તારમાં આવેલ ભાવના ફ્લેટમાં વસવાટ શરૂ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક કામ કરવાનું શરૂ કર્યું તેવા અમિત પોપટલાલ શાહ કે જેઓ એ પ્રથમ લગ્ન કરતા 1 પુત્ર અને 1 પુત્રી ને જન્મ આપ્યો અને નાના બાળકો ને છોડી પ્રથમ પત્ની નું અવસાન થતાં જ ઘરની અને બાળકો ની જવાબદારી પોતાના માથે આવી ગઈ તેમ છતાં પણ પોતાનું મનોબળ છોડ્યા વગર પરિવાર અને સમાજ ની સેવા ચાલુ જ રાખી અને બાળકો ને ઉછેરી ને મોટા કર્યા અને સારું શિક્ષણ અપાવ્યું.છેલ્લા 25 વર્ષ થી અવિરત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે રહ્યા અને હાલમાં પણ કોર્પોરેટર ચાલુ જ છે.અમદાવાદ શહેરના મેયર બન્યા ત્યારબાદ અમદાવાદ એ.એમ.ટી.એસ.ના ચેરમેન બન્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા રહ્યા અને પોતાની આગવી શૈલી કે કોઈપણ સમાજ હોય કોઈપણ વ્યક્તિ હોય ચાહે ગરીબ હોય કે અમીર હોય પણ કોઈ દિવસ પોતાના આંગણે કામ લઈ ને આવેલ વ્યક્તિ ક્યારેય પાછી જતી નથી આ જ શૈલીથી અમિત શાહ ની નામના વધતી ગઈ.અમિત શાહ હિન્દૂ વાદી નેતા અને જૈન સમાજ ના અગ્રણી હોવાના નાતે જુહાપુરમાં જાહેર રોડ ઉપર તેમના ઉપર તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો થી હુમલો પણ કરવામાં આવ્યો હતો પરંતુ તાત્કાલિક સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો હતો અને ત્યારે પણ તેમને જણાવ્યું હતું કે હું કોઈનાથી ડર તો નથી અને ડરવાનો પણ નથી અને તેમને હિંમત દાખવી હુમલાખોરો નો સામનો પણ કર્યો હતો. અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહ 25 વર્ષથી પણ વધુ સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. અમિત શાહ શિયાળ સિવાય રોજ સવારે પોણા સાતથી આઠ વાગ્યા સુધી વાસણા સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરે છે. તેઓ 25 વર્ષ સુધી કોર્પોરેશનમાં હતા અને મેયર પણ બન્યા હતા. આ વર્ષો દરમિયાન તેમને ઘણીવાર થતું કે તેમને આ વખતે ટિકિટ મળશે.
ઝીલ શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે તે પોતાના પપ્પાની જીત માટે કેવા કેવા પ્રયાસો કરે છે, તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘પપ્પા ચૂંટણી જીતી જાય તે માટે હું મારા પતિ, ભાઈ(સની)- ભાભી(અશની), કઝિન્સ તથા મિત્રો સાથે મળીને જ્યારથી નામ જાહેર થયું ત્યારથી પ્રચાર કરીએ છીએ. સૌ પહેલા અમે સો.મીડિયામાં યુથ વૉટર્સને આકર્ષવાનો પ્રયાસ કરીએ છીએ અને આ માટે થઈને અમે વિવિધ રીલ્સ તથા પોસ્ટ ક્રિએટ કરવામાં મદદરૂપ બનીએ છીએ. આ ઉપરાંત જે-તે વિસ્તારના પ્રમુખ તથા મહામંત્રી સાથે સંકલન કરીને કઈ કઈ જગ્યાએ રાઉન્ડ કરી શકાય તેની માહિતી મેળવીએ છીએ. મારા પપ્પા છેલ્લાં 25 વર્ષથી પણ વધુ સમયથી ભાજપમાં છે અને તેમણે વિવિધ કામો કર્યા છે. આ બધાની માહિતીના પેમ્ફ્લેટ બનાવવ્યા છે. આ અંગેના આઇડિયા પણ અમે આપીએ છીએ. પેમ્ફ્લેટ ડિસ્ટ્રીબ્યૂટ કરીએ છીએ. એલિસબ્રિજના મધ્યસ્થ કાર્યાલયમાં વધુમાં વધુ ભીડ ભેગી કરી શકાય તે માટે સેલ્ફી પોઇન્ટ બનાવ્યું છે, વિવિધ ગ્રાફિક્સ બનાવ્યા છે.’ ઝીલ શાહ પપ્પાની સાથેને સાથે પ્રચારમાં હોય છે. અમિત શાહ સવાર-સાંજ રાઉન્ડમાં જાય ત્યારે ઝીલ શાહ પોતાના ભાઈ-ભાભી સાથે અચૂકથી જાય છે.
જીવનમાં પિતાનું મહત્ત્વ કેટલું તે અંગે વાત કરતાં કરતાં ઝીલે ભાવુક થઈને કહ્યું હતું, ‘અમે નાના હતા ત્યારે જ મારા મમ્મી ગુજરી ગયા હતા. મારા પપ્પા બે વર્ષ મા-બાપ બનીને અમારો ઉછેર કર્યો હતો. માતાના અવસાનના બે વર્ષ બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા. પપ્પાએ મને મારું સપનું પૂરું કરવામાં મદદ કરી છે. હું ગુજરાતી મીડિયમ ભણી છું, પરંતુ અંગ્રેજી પણ આવડે તે માટે પપ્પા બુક્સ લઈને આવતા. બુક્સ વાંચવાનો શોખ મને મારા પપ્પામાંથી મળ્યો છે. હું ઈજિપ્તમાં સિવિલ વૉર ચાલતી હતી, તે સમયે મારે ત્યાં ઇન્ટર્નશિપ કરવી હતી. બીજા કોઈ હોય તો ના પાડી દે, પરંતુ મારા પપ્પાએ મારું સપનું પૂરું કરવા માટે આવા સમયે મને ઈજિપ્ત મોકલી હતી. મારા પપ્પાએ ક્યારેય દીકરી-દીકરામાં સહેજ પણ ભેદભાવ રાખ્યો નથી. મને વકીલ બનાવી. પછી મારે વકીલાતને બદલે સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરવું હતું તો તે પણ કરવા મોટિવેટ કરી હતી. મને મારા પપ્પામાંથી જ આત્મવિશ્વાસ મળ્યો છે. લગ્નના પાંચ વર્ષ બાદ પણ મેં મારું નામ બદલાવ્યું નથી અને હું ઝીલ અમિત શાહ જ લખાઉં છું.’

જેના લોહીમાં રાજકારણની ગુંજ છે તેવા એલિસબ્રિજ વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર અમિતશાહ નો જીવન પરિચય ! વાંચો વિશેષ અહેવાલ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here