AHMEDABAD : કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા અને એ.આઈ.એમ.આઈ.એમ.ના સાબિર કાબલીવાલા ની આંતરિક લડાઈ વચ્ચે ભાજપના ભૂષણ ભટ્ટ ની જીત પાક્કી ! ખાડીયામાં કોંગ્રેસની થશે ભૂંડી હાર !

0
258

કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા અને એ.આઈ.એમ.આઈ.એમ.ના સાબિર કાબલીવાલા ની આંતરિક લડાઈ વચ્ચે ભાજપના ભૂષણ ભટ્ટ ની જીત પાક્કી ! ખાડીયામાં કોંગ્રેસની થશે ભૂંડી હાર !

જમાલપુર-ખાડિયા બેઠક પર સાંજે પાંચ કલાક સુધીમાં 61.48 ટકા મતદાન નોંધાયું હતું. એક સમયે હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા બેઠકમાં હાલ 1.23 લાખ મુસ્લિમ મતદારો છે જેની સામે 1.02 લાખ હિન્દુ મતદારો છે. મહત્વનું છે કે, 40 ટકા હિન્દુ મતદારો તો વિસ્તાર છોડીને બહાર રહેવા જતા રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભાજપે બહાર ગયેલા 1800 મતદાર પરિવારને કોલ કર્યા હતા તેમ જ તેમને લાવવા 50 રિક્ષા ભાડે કરી હતી. આશરે 10 ટકા લોકો બહારથી મતદાન કરવા આવ્યા હતા. વર્ષ 2017માં જમાલપુર-ખાડિયા બેઠક પર 65.28 ટકા મતદાન થયું હતું.

માણેકચોકમાં આવેલી ઘાસીની પોળમાં 125 મતદાર છે, જેની સામે માત્ર 25 મતદારો પોળમાં રહે છે, બાકીના 100 મતદારો બહાર રહેવા જતા રહ્યા છે. ખાડિયામાં રાજસ્થાન અને પશ્વિમ બંગાળના લોકોની ઘણી વસતી વધી છે, જેમના ગુજરાત ચૂંટણી કમિશનમાં ક્યાંએ નામ નથી. આ બેઠક પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા અને એઆઈએમઆઈએમના સાબીર કાબલીવાલાની અહીં સીધી ફાઈટ છે. આમ આદમી પાર્ટીના હારૂન નાગોરી મુસ્લિમ સમાજના મતો તોડી શકે છે.

ગઈ ચૂંટણીમાં ઈમરાન ખેડાવાલા આ બેઠકથી 29,339 મતોથી વિજય થયા હતા, પણ આ વખતે તેમની સામે ભાજપ ઉપરાંત બે મજબુત મુસ્લિમ ઉમેદારો હોવાથી અહીં કાંટાની ટક્કર રહેશે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, તેમની લોકપ્રિયતા વધી રહી હોવાના કારણે કોંગ્રેસ દ્વારા તેમને વિસ્તારમાં બૂથ મૂકવા દીધા નહોંતા. તેમણે કહ્યું કે, બહેરામપુરાના લાલબહાદુર શાસ્ત્રીના ક્વાટર્સ અને વસંત રજબ નગરમાં આશરે આઠ હજારથી વધુ મતદારો છે. આ મતદારોએ રાજકીય પાર્ટીના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here