GUJARAT : ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં જંગી બહુમતીથી જીત બાદ ફરી એકવાર ભુપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેર કરાયું !

0
71

આજે શનિવારે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ રાજભવન રવાના થયા હતા. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે,

તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો હતો.

ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ,ગુજરાતની જનતાએ મહોર લગાવી છે. મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારસભ્યો તથા સંગઠન સાથે મળીને ગુજરાતમાં બહુ સારી રીતે કામ કરશે. જનતાએ 156 બેઠક પર જીત અપાવી છે ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યુ છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો છે. ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહી દઈએ. સંકલ્પ પત્ર જાહેર કર્યુ હોય એ પ્રાથમિકતામાં હોય. 370 હોય કે રામમંદિર હોય. પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે. હવે રાજભવન જઈને સરકાર રચવા દાવો કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here