CORONA : દેશમાં કોરોનાના સંભવિત જોખમ માટે PM મોદી આજે બપોરે કરશે સમીક્ષા !

0
169

ભારતમાં ફરી એકવાર કોરોના નું કેહેર વરસી શકે છે તેવી સંભાવના છે. જે માટે કેન્દ્ર સરકાર પણ સજજ થઈ ગઈ છે . ચીનમાં સતત વધતા કોરોનાને કારણે બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ તેમના વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે કાલે બેઠક યોજવી હતી . જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના હજુ ખતમ નથી થયો ચીનમાં કોરોનાના જે વેરિયન્ટ થી ચેપ ફેલાયો છે એના ચાર કેસ ભારતમાં નોંધાયા છે . જેમાંના ત્રણ ગુજરાતમાં અને એક કેસ ઓડિશામાં નોંધાયો છે. ગાંધીનગરમાં રાજ્ય આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ થઈ છે જે ઋષિકેશ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ બધા વચ્ચે એવા સમાચાર છે. ‘કે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવશે’ .
વડાપ્રધાન મોદી આજે બપોરે કોરોનાને લઈને સમીક્ષા બેઠકો કરવાના છે . બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ કોરોનાને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે . યુપીમાં સરકારે વિદેશથી આવતા તમામ મુસાફરોની તપાસ કરવાનો આદેશ પણ આપી દીધો છે . ચીનમાં વધતા કોરોના ની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર પણ લખ્યું હતું . જેમાં એવું કહ્યું હતું કે તમામ પોઝિટિવ કેસોના સેમ્પલ જીનોમ સિકવસિંગ માટે મોકલવામાં આવે જેથી કોરોનાના નવા પ્રકારો શોધી શકાય .

વિશ્વમાં સતત વધતા પૂર્ણ કેસ અંગે ગુજરાતમાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું . કોરોનાને લઈને તંત્ર સજ થતા . કોવિડ ગાઈડલાઈન નું પાલન કરવાની પણ સૂચનાઓ મળી છે . વિદેશ પ્રવાસીઓનું ટેસ્ટીંગ અને ટ્રેસીંગ કરાવવામાં આવશે . દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત એવી કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરીની કરી જાહેરાત . ભીડભાળ વાળા વિસ્તારોમાં માસ્ક પહેરવું અનિવાર્ય .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here