VADODARA : આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ….!

0
104

ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વડોદરામાં 3.5 કિલોમીટર લાંબો આ બ્રિજ લગભગ 230 કરોડ ખર્ચે બનાવાયો છે. વડોદરાના 3.5 કિલોમીટરના ફ્લાયરઓવર બ્રિજનું 25 ડિસેમ્બર એટલે કે આવતીકાલના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જયારે આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે.

આવતીકાલે ભુપેન્દ્ર પટેલ વડોદરા જશે….!

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે 25 ડિસેમ્બરે વડોદરાના પ્રવાસે જવાના છે. વડોદરામાં બનેલા રાજ્યના સૌથી લાંબા બ્રિજનું ત્યાં તેઓ લોકાર્પણ કરવાના છે. મળતી માહિતી મુજબ આ બ્રિજ 3.5 કિલોમીટર જેટલો લાંબો છે. આ સાથે બ્રિજ પર ઈમરજન્સી એગ્ઝિટ માટે 2 સ્લાઇડિંગ પેનલ મુકવામાં આવી છે.

આની સાથે વડોદરાના મેયર કેયૂર રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં 230 કરોડ રૂપિયાના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર હવે તૈયાર થઈ ગયો છે. ત્યારે ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની પણ ભેટ મળશે. વડોદરામાં 3.5 કિમીના ફ્લાયઓવરથી માત્ર 5 મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે અને ઇંધણની પણ બચત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here