વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
હીરાબા મોદીનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. 100 વર્ષની વયે હીરાબાનું નિધન થયું હતું. મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને કફની ફરિયાદ પણ હતી.
મોદીએ પોતે ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. જે બાદ સવારે 7.45 કલાકે અમદાવાદ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા ગાંધીનગરના રાયસણ ગામમાં ભાઈ પંકજ મોદીના ઘરે ગયા હતા. મૃતદેહને અહીં રાખવામાં આવ્યો હતો. મોદી પહોંચતા જ હીરાબાની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ હતી. સેક્ટર-30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મોદીએ તેમનો નિર્ધારિત કોઈપણ કાર્યક્રમને રદ કર્યો નથી. અંતિમ સંસ્કાર બાદ તેઓ સીધા અમદાવાદના રાજભવન ગયા હતા. અહીંથી જ તેઓ રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભેગા થશે અને પ્રોજેક્ટ્સ શરૂ કરશે.