કારંજ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર રેવા ભરવાડના આશિર્વાદ થી ચાલતા જુગરધામ ઉપર વિજિલન્સ ત્રાટકયું ! કારંજ પી.આઈ.ઘોર નિંદ્રામાં કે પછી વહીવટદાર રેવા ભરવાડે જાણ બહાર આપી દીધી મંજૂરી !?
અમદાવાદમાં થોડા સમય પહેલાં સાબરમતી વિસ્તારમાં જુગારધામ પર રેડ પાડી ત્યારે પોલીસની મિલી ભગતના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે તેવી જ રેડ ફરીથી સ્ટેટ મોનીટરીંગ સેલે શહેરના વચ્ચોવચ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જુગારધામ પર કરી છે. ભદ્રકાળી મંદિરની બાજુમાં 200 મીટરના અંતરે જુગારધામ ઝડપાયું છે. જેમાં 20 જુગારીઓ અને લાખોનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જુગારધામ ઘણા સમયથી ચાલતું હોવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ સ્થાનિક પોલીસે આ તરફ ધ્યાન ના આપ્યું અને આંખ આડા કાન કરતાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને તમામ ગતિવિધિનો પર્દાફાશ કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી કારંજ વિસ્તારમાં આવેલી જાનસાહેબની ગલીમાં જુગારધામ ચાલી રહ્યું હતું અને અહીંયા વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો હતો. તેવી અનેક ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેસનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી આ વિશે અજાણ જ હતા. આ બધાની વચ્ચે રાજ્યના પોલીસ વડાની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વોચ ગોઠવીને જાનસાહેબની ગલીમાં આવેલા જુગારધામ પર રેડ કરી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જાન સાહેબની ગલીમાં 20થી વધુ જુગારીઓ મળી આવ્યા હતા. આ જુગારધામ છેલ્લા દોઢ મહિનાથી ચાલતું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલે વિગત આપી છે. એટલે કે આટલા સમયથી સ્થાનિક પોલીસને જો જુગારધામની ખબર ન હોય તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ક્રિય હોય તે સ્પષ્ટ સાબિત થયા છે. અથવા કોઈક વ્યક્તિની મીઠી નજર પણ હોઈ શકે તેવી પણ ચર્ચા છે.
ત્યારે છેલ્લા દોઢ મહિનાથી જુગારધામ ચાલતું હોય તે ખૂબ ચોંકાવનારી બાબત છે. હવે આ વખતે પણ રેડ બાદ રાજ્યના પોલીસ વડાને સમગ્ર બાબતે રીપોર્ટ સોંપવામાં આવશે અને આ વખતે ફરી રાજ્યના પોલીસ વડા એક્શન લે તેવી શક્યતા છે.