છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં આવી રહેલા હેડકોન્સ્ટેબલ રેવા ભરવાડ વધુ એક વખત ચર્ચામાં આવતા તેમના જ પોલીસ સ્ટેશનના બીજા કર્મચારીઓએ રેવા ભરવાડ અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.સામે આક્રોશ ઠાલવ્યો છે.કારણકે બધા જ કર્મચારીઓ પોતાની ફરજ પ્રમાણે સમયસર નોકરી કરે છે અને પી.આઈ. ના માનીતા રેવા ભરવાડ ને કોઈ જ નોકરી આપવામાં આવતી ન હોવાની વાતો વાયુવેગે બીજા કર્મચારીઓમાં ફેલાતા બીજા બધા જ પોલીસ કર્મીઓ માં પી.આઈ.સામે વિરોધનો સુર જોવા મળી રહ્યો છે.
જો વાત કરવામાં આવે અને બંદોબસ્ત ફાળવણી નું લિસ્ટ ચેક કરવામાં આવે તો એક એવી ચોંકાવનારી વાત સામે આવે તેવી છે કે ઇલેક્શન હોય કે પી.એમ નરેન્દ્ર મોદી નો બંદોબસ્ત હોય કે હાલ માં ચાલી રહેલ પ્રમુખ સ્વામી મહોત્સવ હોય તથા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ફલાવર શો કે પતંગ મહોત્સવ જેવા કાર્યક્રમો હોવાથી અહીં અનેક નેતાઓ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પણ અહીં આવતા હોય અનેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ને બંદોબસ્તમાં રાખવામાં આવતા હોય છે પરંતુ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેવા ભરવાડ નું બંદોબસ્ત લિસ્ટમાં ક્યાંય નામ જ જોવા નહીં મળે અરે આ બાબત તો બરાબર પરંતુ છેલ્લા 3 દિવસ થી તો રેવા ભરવાડ પોલીસ સ્ટેશનમાં જ ફરકયા નથી તેવું અમારા સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.કારણ કે રેવા ભરવાડ તો પાછા કારંજ પોલીસ સ્ટેશનનો પણ વહીવટ કરતા હોવાની વાત ચાલી રહી છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે તાજેતર માં વિજિલન્સ દ્વારા કારંજ વિસ્તારમાં મોટું જુગરધામ પકડી પાડવામાં આવ્યું હતું જે જુગરધામ પણ રેવા ભરવાડ અને પેટા વહીવટદાર કલ્પેશ ચૌધરી દ્વારા ચલાવવા માં આવતું હોવાથી આ બંને સામે પણ વિજિલન્સ તપાસ કરી રહી હોય તેવું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.આ અગાઉ પણ રેવા ભરવાડ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે અને અનેક પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે પણ રહી ચૂક્યા છે અને અનેક ઉચ્ચ અધિકારીઓ ના માનીતા ગણવામાં આવતા હોવાથી તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી રહી તેવું જ બીજા પોલીસ કર્મચારીઓ નું કહેવું છે.
હજુ પણ રેવા ભરવાડ વિશે બીજી માહિતી જોતા રહો અમારા આવતા અંક માં !