અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન કરતા તત્વો બેફામ બન્યા છે.છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખનન માફિયા બની બેઠેલા અને સરકારી તિજોરી ને નુકસાન કરી અને રોયલ્ટી નહીં ભરી બેફામ રીતે ગેરકાયદેસર ડમ્પર અમદાવાદ શહેરમાં ફરી રહ્યા છે જેના માલિક જીતુ ઓડ અને મુકેશ ઓડ કોના આશીર્વાદ થી આ કાર્ય કરી રહ્યા છે તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદ શહેરના એક ધારાસભ્ય નો પુત્ર તો આ ડમ્પર માલિક જીતુ ઓડ સાથે જ વિસ્તારમાં ફરી રહ્યો છે અને તેવું પણ જાણવા મળી રહ્યું છે કે બીજા કોઈપણ વ્યક્તિ ના ડમ્પર ચાલતા હોય તેને બંધ કરાવી ધારાસભ્ય નો પુત્ર જીતુ ઓડ અને મુકેશ ઓડ ને કામ અપાવી રહ્યો હોય તેવી વાતો એ અમદાવાદ શહેરમાં માથું ઉચ્ક્યું છે. જીતુ ઓડ ને મુકેશ ઓડ ની દાદાગીરી એટલી બેફામ બની છે કે તાજેતરમાં જ તેના માણસો દ્વારા મર્ડર જેવો ગુન્હો પણ કર્યો છે અને હાલ તેઓ સાબરમતી જેલના સળિયા પાછળ છે પરંતુ આ જીતુ ઓડ અને મુકેશ ઓડ ની દાદાગીરી હજુ સુધી ઓછી થવા પામતી નથી.જો રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ ની કમિટી બનાવી આ જીતુ ઓડ તથા મુકેશ ઓડ ની આવક અને સંપત્તિ ની તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરી ને કરેલું નુકશાન છતું થવાની શક્યતાઓ રહેલી છે.

આ બાબતને લઈ ને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની મહિલા પત્રકાર દ્વારા જીતુ ઓડ સાથે વાત કરવામાં આવી તો જીતુ ઓડ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે સરકાર અમારી છે વિસ્તારના ધારાસભ્ય અને તેમનો દીકરો પણ અમારી જોડે જ ફરે છે એટલે અમોને કોઈ નો ડર નથી અને જીતુ ઓડ દ્વારા ધમકી આપતા એમ પણ જણાવવા માં આવેલ કે અમારા ડ્રાઇવર તો રસ્તે જતા એક્સિડન્ટ પણ કરી દેશે અને જેલ માં જવું અમારા માટે કોઈ જ નવાઈ ની વાત નથી જેથી અમારા થી ચેતી ને જ રહેજો નહીં તો મજા આવશે નહીં.જો હવે આવા લુખ્ખા તત્વો દેશ ની ચોથી જાગીર ને આવી ધમકીઓ આપતા ફરતા હોય અને અમદાવાદ શહેરના નામચીન ધારાસભ્ય અને તેમનો પુત્ર આવા તત્વો ને માથે ચડાવી ને ફરતા હોય તો બાકી ની આમ જનતા નું તો શું થાય. વધુમાં આગામી દિવસોમાં અમારો બીજો અહેવાલ જોતા રહો જેમાં અમદાવાદના ધારાસભ્યનો પુત્ર અને જીતુ ઓડ તથા મુકેશ ઓડ ની વધુ વિગતો દર્શાવવા માં આવશે.