GUJARAT : એ…એ….એ…ફૂટ્યું… અને પકડાઈ પણ ગયા 16 જેટલા આરોપી ! પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શુ !?

0
167

ગુજરાતના યુવાનોને તેઓના ભણતર તથા કૌશ્લ્યના આધારે સરકારના વિવિધ વિભાગોમાં રોજગારી મળી રહે તે હેતુથી હાલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયાઓ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ પણે થાય તથા ફક્ત અને ફક્ત તેઓના મેરીટ આધારે નીમણૂક થાય તથા કોઇ પણ સાંજોગોમાં ખોટા માણસોને લાભ ન થાય અને યુવાન છાત્રો સાથે ગેરરીતી ન થાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસને સખત સૂચના આપી હતી. જે આધારે પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત એ.ટી.એસ. સહિતની રાજ્યની તમામ પોલીસ એજન્સી તથા જિલ્લા/શહેર પોલીસ યુનીટોને આ બાબતે તકેદારી રાખવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું. જે અંગે ગુજરાત એ.ટી.એસ., આઇ.બી., રાજ્યની ક્રાઈમ બ્રાંચો અને એસ.ઓ.જી. તથા જિલ્લા/શહેર પોલીસ યુનીટો દ્વારા પેપર લીક સંબંધિત ગુનાઓમાં અગાઉ સાંડોવાયેલ ગુજરાત તથા અન્ય રાજ્યોના ઇસમો તથા આંતર રાજ્ય ટોળકીઓ ઉપર ગુપ્ત રાહે વોચ રાખી હતી.

જે બાબતે ગુજરાત એ.ટી.એસ. દ્વારા અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલી પરિક્ષાના પેપર લીક કેસમાં સાંડોવાયેલા ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત અગાઉ પેપર લીક કેસમાં સાંડોવાયેલા અન્ય ઇસમો ઉપર વિશેષ વોચ રાખી હ્યુમન તથા ટેક્નીકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાત એ.ટી.એસ.ના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ જેમ કે, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા વગેરે જિલ્લાઓ કે જ્યાં અગાઉ આવા ગુનાઓ બન્યા હોય તથા આ જિલ્લામાંથી આરોપીઓ પકડાયા હોય, તે જિલ્લાઓ ખાતે તકેદારીના ભાગરૂપે રવાના કરવામાં આવ્યા તથા બે ટીમો અમદાવાદ ખાતે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી.

જે દરમિયાન ગઈકાલે ગુજરાત એ.ટી.એસ.ને બાતમી હકીકત મળી કે, ‘ઓરિસ્સા રાજ્યના એક ઇસમ પ્રદીપ નાયક અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલા પેપર લીક કેસમાં સાંડોવાયેલા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે મળી 29 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ની પરિક્ષાનું પેપર વડોદરા ખાતે છાત્રોને વેચવાના પ્રયાસો કરવાના છે.’ જે અંગે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે સુરત ક્રાઈમ બ્રાંચની વિશેષ મદદ લઈ વડોદરા શહેર ખાતે રેઈડમાં વડોદરા એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બિજયા નાયક, રહે. ગંજમ, ઓરિસ્સા, કેતન બળદેવભાઇ બારોટ રહે. નાના ચિલોડા, અમદાવાદ તથા ભાસ્કર ગુલબાચાંદ ચૌધરી, રહે. છાણી, વડોદરા, મુળ વતન બિહાર સહિત અન્ય આરોપીઓની 29 જાન્યુઆરી 2023ના કલાક 01:30 વાગ્યે છાત્રોને પેપર વેંચણી કરતા પહેલાં પકડી પાડવામાં આવ્યા. સદર આરોપી પાસેથી તપાસ કરતા મળી આવેલા પેપરના પ્રશ્નો બાબતે ગુજરાત પાંચાયત સેવા પસાંદગી મંડળ મારફતે ખાતરી કરતા સદર પેપર 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર પરિક્ષાના પેપરના પ્રશ્નો સાથે મળતા આવ્યા છે.

મુખ્ય આરોપી પ્રદીપ નાયકની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તેને આ પેપર મુળ ઓરિસ્સાના જીત નાયક ઉફે શ્રધાકર લુહા સ/ઓ સહદેવ લુહાએ તે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરે છે ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપ્યું. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓરિસ્સા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કર્યો જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર તમામ રહે બિહાર દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપી જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની Pathway Education Serviceના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામના કોમ્પ્યુટર એગ્ઝામ સેંટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચાંદ ચૌધરી હાલ રહે. વડોદરા તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશનના એમ.ડી. કેતન બળદેવભાઇ બારોટ રહે. વડોદરાનો સંપર્ક કર્યો. જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓરિસ્સા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયા તથા મુળ ઓરિસ્સા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહંતીને પણ આ સારૂ સાથે લીધા. દરમિયાન ભાસ્કર તથા કેતન દ્વાર તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટને પણ વડોદરા ખાતે બોલાવી લીધા. ઉપરોક્ત તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયા. જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત સુરત ક્રાઈમ બ્રાંચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે રાખી ઉપરોક્ત કંપનીની ઓફીસ ઉપર રેઇડ કરી આ તમામ આરોપીઓને લીક થયેલા પેપર સાથે પકડી પાડ્યા છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ 406, 409, 420 તથા 120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here