AHMEDABAD : અમદાવાદ ના દક્ષિણ ઝોનના એસ્ટેટ અધિકારી દિપક ત્રિવેદીનો પ્રાઇવેટ વહીવટદાર આકાશ સરકાર કોણ !? જેની દાદાગીરીથી દાણીલીમડા પોલીસ પણ બંદોબસ્ત નથી ફાળવતી !

0
804

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના પ્રાઇવેટ વહીવટદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામો બાંધવા માટે મસ મોટા રૂપિયા લઈ મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનની તો જ્યાં અમદાવાદ ના દક્ષિણ ઝોનમાં આવેલ બહેરામપુરા વોર્ડમાં અલકીન રેસિડેન્સી ની બાજુમાં ઝાયડા ડુપ્લેક્ષ ની બાજુમાં,છીપા સોસાયટી બહેરામપુરા ખાતે 37/3 ફાઇનલ પ્લોટ નંબર 71+72+76 પૈકીમાં રે.સ.નં.316+331/1 પૈકીમાં થયેલ બિનપરવાનગીના સ્કીમ પ્રકારના બાંધકામને ક્યાં અધિકારીઓએ મંજૂરી આપી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.બીજીતરફ જ્યારે ખાનગી રાહે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ બાંધકામ માટે આકાશ સરકાર નામના પ્રાઇવેટ માણસે કોર્પોરેશનના અધિકારી દિપક ત્રિવેદી સાથે મેળાપીપણા કરી મસ મોટા રૂપિયા લઈ આ બાંધકામ શરૂ કરાવ્યું છે.બીજી તરફ જાગૃત નાગરિક ને ખબર પડતાં ઉપરી અધિકારીઓ ને જાણ કરવામાં આવતા કોર્પોરેશનના દક્ષિણ ઝોન ના એસ્ટેટ અધિકારી દિપક ત્રિવેદી દ્વારા આ બિલ્ડીંગ તોડી પાડવા માટે લેખિતમાં પોલીસ બંદોબસ્ત માંગવા માં આવ્યો અને ત્યારબાદ આકાશ સરકાર નામનો પ્રાઇવેટ વહીવટદાર ગુસ્સે ભરાયો અને અધિકારી ને કીધું મસ મોટા રૂપિયા આપ્યા છે તેમ છતાં નોટિસ શા માટે મોકલી ? ત્યારબાદ આકાશ સરકાર ની દાદાગીરી એટલી હદે છે કે હવે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પણ તેણે પોલીસના પ્રાઇવેટ માણસ ની સાથે સેટિંગ કરી દીધું અને પોલીસ સ્ટેશન દ્વારા પણ બંદોબસ્તની ફાળવણી કરવામાં ન આવી.જેથી એક વાત એ સાબિત થઈ રહી છે કે અમદાવાદ મનપા અને તેના પ્રાઇવેટ માણસો અને પોલીસ ની મિલીભગત થી અમદાવાદ ના દક્ષિણ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે.

અમદાવાદ મનપા ના દક્ષિણ ઝોનના એસ્ટેટ અધિકારી દિપક ત્રિવેદી અને તેના પ્રાઇવેટ વહીવટદાર આકાશ સરકારની અનેક ગેરકાયદેસર વહીવટ થી બનેલા ગેરકાયદેસર બાંધકામનો કારોબાર આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here