AHMEDABAD : હવેલી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. ને એક મહિલાની ફરિયાદ લેવામાં નથી રસ ! રૂપિયાના બંડલોમાં રમતા પી.એસ.આઈ. કોના દબાણ થી નથી લઈ રહ્યા મહિલાની ફરિયાદ !

0
570

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનાખોરી નું પ્રમાણ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુનાખોરી ને અટકાવવા સારું ગુજરાત રાજ્યના ડીજીપી અને દરેક શહેરના પોલીસ કમિશ્નર ને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના હવેલી પોલીસ સ્ટેશનની હદમાં આવતી જમાલપુર પોલીસ ચોકીની તો જ્યાં એક મહિલા પી.એસ.આઈ. ને મુકવામાં આવ્યા છે જ્યાં છેલ્લા 1 મહિના ઉપરથી એક મહિલા પોતાના પતિના ત્રાસ થી કંટાળી ફરિયાદ કરવા વારંવાર પોલીસ સ્ટેશન જઈ રહી છે છતાં પણ જમાલપુર પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઈ. ને એક મહિલા ની વેદના સાંભળવામાં કોઈ જ પ્રકાર નો રસ ન હોય તેવું લાગી રહ્યું છે અને મહિલા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ને પોલીસ સ્ટેશનથી બહાર ધકેલી દેવામાં આવે છે.
અમદાવાદ શહેર ની એક મહિલા પોતાના પતિ શાહનવાઝ નૌશાદ હુસેન મોમીન થી કંટાળી અને પતિની બીજી મહિલાઓ સાથે આડા સંબંધો ની જાણ થતાં એક મહિલા વારંવાર ફરિયાદ કરવા ધક્કા ખાઈ રહી છે પરંતુ કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા મહિલા ડિપ્રેશનમાં ચાલી ગઈ છે.મહિલા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ સાથે વાત કરતા તેમને જણાવેલ કે મારા પતિ ને કિન્નર સોનિયાદે ની બહેન સાથે આડા સંબંધો છે અને થોડા સમય અગાઉ જ સોનીયાળે નું મર્ડર થયું હતું અને હાલ માં તેની બહેન ની ખૂબ જ દાદાગીરી અમદાવાદ શહેરમાં ચાલી રહી હોય તેવું જણાવ્યું હતું અને સોનિયાદે ની બહેન અને મારા પતિ દ્વારા જમાલપુર પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઈ. ને મસ મોટા રૂપિયા આપી અને મારી ફરિયાદ નહીં લેવા માટે નું જણાવેલ છે જેથી મહિલા પી.એસ.આઈ. છેલ્લા એક મહિના થી મારી ફરિયાદ નહીં લઈ ને મારી સાથે અન્યાય કરી રહ્યા છે.જો આ બાબત ને લઈ ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો જમાલપુર પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઈ. ની ભ્રષ્ટાચાર ની પોલ ખુલી શકે તેમ છે અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાહેબ ને નમ્ર અપીલ કરું છું કે આપ સાહેબ આ બાબતને ધ્યાને લઇ અને મારી ફરિયાદ લઈ મને અને મારા પરિવારને ન્યાય અપાવવા વિનંતી કરું છું.

વધુમાં આ જમાલપુર પોલીસ ચોકીના પી.એસ.આઈ.ની અનેક ફરિયાદો અને રેકોર્ડિંગ સાથેની વધુ વિગતો અમારા આવતા અંક માં વાંચતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here