AHMEDABAD : શરાબ શબાબ કબાબ ના શોખીન ટ્રાફિક પી.આઈ.હાઈફાઈ ગાડીઓના ધરાવે છે શોખ ! ઉચ્ચ અધિકારીઓ કરતા પણ મોટી ગાડી લઈ આવે છે પોલીસ સ્ટેશન !

0
220

શરાબ શબાબ કબાબ ના શોખીન ટ્રાફિક પી.આઈ.હાઈફાઈ ગાડીઓના ધરાવે છે શોખ ! ઉચ્ચ અધિકારીઓ કરતા પણ મોટી ગાડી લઈ આવે છે પોલીસ સ્ટેશન.આ બાબતે ત્યાં બેઠેલા વ્યક્તિ ને પૂછ્યું કે આ ગાડી કોની છે તો તેને જવાબ આપ્યો કે ટ્રાફિક ના બહુ જ મોટા સાહેબ છે એમની ગાડી છે એ ગાડી ની નજીક ના જશો તમે નહીં તો તમને બેસાડી દેશે અંદર. મેં કીધું ગાડી જોવામાં કેમ અંદર બેસાડી દે !? તો જવાબ મળ્યો કે તમારે જોઈ ને શુ કામ તમે કોણ છો તમે બહાર જતા રહો એટલે મને ખબર પડી ગઈ કે અંદર થી પી.આઈ.એ ઈશારો કરી દીધો કે આને બહાર કાઢો એવું માની લઈએ.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અનેક વિવાદોમાં આવતી જ રહે છે અને છાશવારે ટ્રાફિક અધિકારી અને કર્મચારીઓ લાંચ લેતા એ.સી.બી.ના હાથે રંગે હાથ પકડાઈ જાય છે.જેથી ટ્રાફિક પોલીસની છાપ ખરડાતી જ જાય છે.
આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પી.આઈ.તરીકે ફરજ બજાવતા એક અધિકારી ને અનોખા શોખ છે જેની આખા પોલીસ બેડા માં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ટ્રાફિક પી.આઈ.તરીકે ફરજ બજાવતા પી.આઈ. ને અંધારું થતા ની સાથે જ અનોખી પાર્ટીઓ કરવા જોઈએ છે અને આ પી.આઈ. નો એક વહીવટદાર પણ દેસાઈ હોવાનું જાણવા મળ્યું છે.જે આ પી.આઈ. ને તમામ સુવિધાઓ પુરી પાડવામાં મદદ કરી રહ્યો છે.આ પી.આઈ.ને તો દર મહિને લાખો રૂપિયા પણ જોઈતા હોય તેવું જાણવા મળી રહ્યું છે અને અમારા સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ પી.આઈ. ને મહિને રૂપિયા પાંચ લાખ જેટલી રકમ વહીવટદાર દ્વારા પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પી.આઈ. એટલી હદે રંગીન મિજાજ માં જતા રહે છે કે જાણે આ એ પોતે ક્યાંક વિદેશમાં હોય તેવું તેમને લાગી રહ્યું છે પણ આ સાહેબ ને એ ખબર નથી કે તે પોતે અમદાવાદ શહેરમાં ફરજ બજાવી રહ્યા છે.આ અધિકારી ના તો તેમના જ વહીવટદાર દેસાઈએ મહેફિલો ના વિડિઓ અને ફોટો પણ પોતાના મોબાઈલમાં સંતાડી રાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને જો આ વહીવટદાર દ્વારા ભૂલમાં ને ભૂલમાં વાયરલ કરી દેવામાં આવે તો આ ટ્રાફિક પી.આઈ.નો ભાંડો ફૂટી જાય તેમ છે.

આ તમામ માહિતી પૂર્વ ના ટ્રાફિક ઓફિસમાં બેસી ને જ જાણવા મળી છે અને આ અધિકારી ની ચર્ચા હાલ ગુજરાત પોલીસમાં ચર્ચા નું કેન્દ્ર બની છે.

અમારો હવે પછીનો બીજો અહેવાલ અધિકારી ના નામ અને વહીવટદાર ના નામ સાથે નો જોતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here