એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લગ્ન પ્રસંગની આડમાં ચાલતા જુગારમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો અને 89 લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ જુગાર રમતા તમામ નબીરાઓ મોટા બાપ ની ઓલાદ હોવાનું સામે આવી રહ્યું છે અને આ જુગાર કેસમાં પકડાયેલ એક નબીરો દિવ્ય શાહ કે જે અગાઉ નેહરુનગર પાસે થયેલ હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ ની સાથે હોવાની વાત સામે આવી રહી છે.અને સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ દિવ્ય શાહ ના પિતા મનીષ શાહ ખૂબ જ મોટી વગ ધરાવતા હોઈ હર વખત ની જેમ રૂપિયા ની લાલચમાં અધિકારીઓને લાવી બચાવી લેવાની કોશિશ કરતા હોય છે પરંતુ આ વખતે જુગાર ની રેડ માં મનીષ શાહ નો પનો ટૂંકો પડ્યો હોય તેમ લાગે છે.કારણકે એલિસબ્રિજ પી.આઈ.દ્વારા કોઈ જ પ્રકારની વાતચીત કર્યા વગર જ ગુન્હો નોંધી દેવામાં આવ્યો હતો.
વાત તો મહત્વની એ છે કે આટલો મોટો જુગાર પકડાયા બાદ દેશ ની ચોથી જાગીર કહેવાતા પત્રકારો દ્વારા આ બાબત ને લઈ પોતાના ન્યૂઝ પેપર અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં તમામ માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી.જે બાદ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ દ્વારા પણ આ બાબતને લઈ ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ દ્વારા દિવ્ય મનીષ શાહ ની ગુનાહિત પ્રવૃતિઓ પણ દર્શાવવા માં આવી હતી જે બાદ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના ડાયરેક્ટર આગમ શાહ ઉપર દિવ્ય શાહ ના સંબંધીઓ અને તેના લાગતા વળગતા અલગ અલગ 7 નંબરો ઉપર થી ડાયરેક્ટર ને માનસિક પરેશાન કરવામાં અને ધાક ધમકીઓ આપવામાં આવી હતી અને દેશ ની ચોથી જાગીર કહેવાતા પત્રકારો નો અવાજ દબાવવાનું કામ કર્યું હતું જે બાદ પત્રકાર અને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના ડાયરેક્ટર આગમ શાહ દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ તમામ ફોન કરનાર 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી જે બાબતની હાલ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.દ્વારા બાંયધરી પણ આપવામાં આવેલ કે પત્રકારને ધમકી આપનાર એકપણ જણ ને છોડવામાં આવશે નહીં.

અમદાવાદના પાલડીમાં પાસે બે મિત્રોના લગ્નમાં જાનૈયા પહોંચ્યા હતા. પંરતુ આ બંનેના મિત્રો પણ કોમન હતા એટલે લગ્નમાં જુગાર નાઈટ રમવાનું નક્કી કર્યું હતું. જેમાં વારાફરતી બંનેના લગ્ન હતા. ત્યારે પ્રિતમનગરના એક ફ્લેટમાં ઉપરના માળે એકના મિત્રો અને નીચેના માળે બીજા જુગાર રવામાં બેઠા હતા. ત્યારે પોલીસે એન્ટ્રી મારીને રેડ પાડતાં બંનેના જાનૈયાઓેને રંગેહાથ પકડી પાડ્યા હતા. આમાં એક વરરાજા પણ પકડાઈ ગયા હતા. ત્યારે તેને પણ પોલીસે પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, તેની આજે સગાઈ હોવાથી તેને જવા દીધો હતો. પરંતુ નિવેદન નોંધાવવા તેને પોલીસ સ્ટેશન ફરી જવું પડશે. પોલીસ સ્ટેશનમાં જુગાર રમતાં પડાયેલા મોટાભાગના જાનૈયાઓએ મોઢા સંતાડવાનો વારો આવ્યો હતો.

એક બે નહીં પણ 89 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં એક વરરાજાનો પણ સમાવેશ થાય છે, જેની આજે સગાઈ છે. પોલીસે તેને હાલ સગાઈ માટે જવા દીધો છે અને સગાઈ પૂરી કર્યા બાદ તેને નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. તેના આવતીકાલે લગ્ન છે, જ્યારે બીજા એક વરરાજા આ જુગારીઓની વચ્ચે જુગાર રમતા ના ઝડપાતા બચી ગયા છે. પંરતુ હાલ તો તેના મહેમાનો અત્યારે પોલીસ સ્ટેશનના મહેમાન બન્યા છે.
આ સમગ્ર રેડ દરમિયાન પોલીસને ધીમે ધીમે એવી પણ માહિતી મળી કે બંનેએ જુગાર નાઈટ આયોજિત કરી હોવાની આશંકા છે. એટલે કે તેમના મિત્રો ભેગા થઈને એક જગ્યા પર જુગાર રમે, જેમાં જુગાર રમવા આવેલા લોકો તીન પત્તીનો જુગાર રમતા હતા. ત્યાંથી પોલીસને ટોકન પણ મળ્યા છે. પોલીસને આ જગ્યાએથી 29.38 લાખ રૂપિયાના 98 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જ્યારે તેમની પાસેથી 35 ટુવ્હીલર અને 18 ફોર વ્હીલર મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત એક કરોડ 25 લાખથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે કુલ 1.58 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.