અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી દારૂ જુગાર અને ડ્રગસ જેવી પ્રવૃત્તિને ડામવા માટે ગુજરાત સરકાર દ્વારા અનેક કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ પ્રવૃત્તિ ને ડામવામાં નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે કારણકે ગાંધીનગર વિજિલન્સ ની ટીમ દ્વારા અવારનવાર અમદાવાદ શહેરમાં રેડ કરી મસ મોટા જુગાર ધામ અને દારૂ ની હેરાફેરી અને દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજે વાત કરવામાં આવે તો વટવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર રાજભા ના આશીર્વાદ થી અનેક દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.પરંતુ વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ફક્ત ગુલાબી નોટો જ દેખાતી હોય તેવું લાગી રહ્યું છે અને કાર્યવાહી કરવાના નામે શૂન્ય હોય તેવું લાગી રહ્યું છે.
વટવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અનેક દેશી દારૂ ની ભઠ્ઠીઓ પણ આવેલી છે જે વટવા સહિત અનેક આજુબાજુના વિસ્તારો જેવા કે નારોલ,ઇસનપુર સહિતના વિસ્તારોમાં દેશી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂ ના અડ્ડાઓ નું લિસ્ટ નીચે મુજબ છે :
1.વટવા ચુનારા વાસ ઝૂંપડપટ્ટી માં બાવા નામનો ઈસમ પોતાના ઘરની અંદર દેશી દારૂ ની ભઠ્ઠી ગાળે છે.વટવા વિસ્તારના અનેક દારૂના અડ્ડાઓ ઉપર દેશી દારૂ સપ્લાય પણ કરે છે.
2.વટવા ચુનારા વાસમાં રાજુ નામનો ઈસમ પણ દેશી દારૂ ની ભઠ્ઠી ગાળે છે અને અનેક વિસ્તારોમાં દેશી દારૂ સપ્લાય કરે છે.
3.વટવા માટી ખાઈ ના છાપરા ની અંદર ગાયત્રીબેન ઉર્ફે ચૂંગા નામની મહિલા દેશીદારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરે છે.
4.વટવા બચુભાઈના કુવા રોડ ઉપર જતા હનુમાન નગરની પાસે મુન્ની નામની મહિલા દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે.
વટવા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ ની હજુ આ તો એક ઝલક છે બીજા અડ્ડાઓ ના નામ અને જગ્યા સહિતની માહિતી અમારા ભાગ -2 માં વાંચતા રહો.