AHMEDABAD : લઠ્ઠાકાંડ થાય તો નવાઈ નહીં ! સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ દેશી દારૂની હાટડીઓ ! દર્દીઓ અને દર્દીના સગાઓ શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર થી ત્રાહિમામ પોકારી ગયા !લઠ્ઠાકાંડ થાય તો નવાઈ નહીં !

0
147

અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર ગિરવતસિંહના આશીર્વાદથી દેશી દારૂના બુટલેગરો બન્યા બેફામ !

શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માનીતા માણસ ગિરવતસિંહ સક્રિય થતા જ દેશી દારૂ અને અંગ્રેજી દારૂ તથા જુગારના અડ્ડાઓ થઈ ગયા ચાલુ !

સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીના સગાઓ શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર થી ત્રાહિમામ પોકારી ગયા ! વારંવાર ફરિયાદો કરવા છતાં પણ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનું મૌન !

બીમાર વ્યક્તિ સારવાર લેવા હોસ્પિટલ જાય. તેમાં પણ સારી સારવાર માટે અમદાવાદની અસારવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જાય. પરંતુ આ હોસ્પિટલમાં જાય એ પહેલાં દારૂબંધીને તમાચા મારતા ચોંકાવનારા દૃશ્યો રોડ પર જ જોવા મળે. દર્દી હોસ્પિટલમાં પ્રવેશે એ પહેલાં જ તેને સિવિલ હોસ્પિટલના ગેટ આગળ લાઈન લગાવીને દારૂ પીતા દારૂડિયા દેખાય. દારૂની પોટલીઓમાંથી ખુલ્લેઆમ મદીરાપાન કરતા દારૂડિયા પછી ગમે ત્યાં પોટલીઓ ફેંકી દે. આ સ્થિતિ ક્યારેક એટલી હદે વકરી જાય છે કે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા 108ને પણ અંદર જતાં મુશ્કેલીઓ પડી જાય છે. આ બધુ પોલીસની નજરમાં ન હોય એ મોટો સવાલ છે. કેમ કે, જ્યાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે એ સ્થળ ડીસીપીની ઓફિસથી માંડ એકાદ કિમીના અંતરે આવેલું છે. ત્યારે સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરપ કે શહેરના જાંબાજ પોલીસને આ બધું દેખાતું નથી.

રાજ્યમાં દારૂબંધી છે, છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. દારૂના વેચાણ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી છે અથવા તો પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વાત વીડિયોમાં દેખાતા દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં અસારવામાં સિવિલ હોસ્પિટલના ગેટની સામે જાહેરમાં દારૂનું વેચાણ પણ થાય છે અને લોકો જાહેરમાં દારૂ પી રહ્યા છે.

શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કે ઝોન-4 ડીસીપીની જાણ બહાર આ પ્રકારે દારૂનો વેપાર થઈ રહ્યો હોય તેવું માનવામાં આવતું નથી. કારણ કે દારૂના અડ્ડાથી 100 મીટરના અંતે પોલીસ ચોકી આવેલી છે, જ્યારે 1.5 કિમીના અંતરે શાહીબાગ પોલીસ સ્ટેશન અને ઝોન-4 ડીસીપીની કચેરી પણ આવી છે. સ્થાનિક પોલીસ,ડી સ્ટાફ અને ઝોન-4 ડીસીપીની LCB સ્કવોર્ડ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવાના આવતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here