અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી ગુન્હાખોરી નું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે જેને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર અનેક આકરા નિર્ણયો લઈ રહી છે પરંતુ ગુનેગારો ને પોલીસ નો કે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.
બીજી તરફ તાજેતરમાં જ અમદાવાદના પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ. બદલી થઈ ને આવ્યા છે હવે આ પી.આઈ. ને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુન્હાખોરી ઓછી કરવા ની જગ્યા એ પી.આઈ.દ્વારા તેમના અંગત માણસો ને વિસ્તારમાં છુટા મૂકી દીધા છે અને વેપારીઓ પાસેથી શરૂ કરી દીધું છે ઉઘરાણું.તાજેતરમાં જ આવેલા પી.આઈ.દ્વારા ગુનાખોરી ઓછી કરવાની જગ્યાએ ગુલાબી નોટો કેટલી વધુ આવે તેમાં વધારે પ્રાધાન્ય આપી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે.અમારા અંગત સૂત્રો દ્વારા તો એ પણ માહિતી મળી રહી છે કે થોડા દિવસ અગાઉ પી.આઈ.ના અંગત માણસો અમુક વેપારી ને ત્યાં રૂપિયા ની માંગણી કરવા જતાં વેપારીએ મેથીપાક પણ ચખાડ્યો હોવાની વાત સામે આવી રહી છે.આવા અનેક વેપારીઓ આ વિસ્તારના પી.આઈ. ના માણસો ના ત્રાસ થી કંટાળી ગયા હોવાનું સામે આવી રહ્યું છે અને વેપારીઓ દ્વારા એક ખાનગી મિટિંગ કરી અને આજે બપોર પછી તે વિસ્તારના ડીસીપી ને પણ રૂબરૂ ફરિયાદ કરવા જવાના હોવાની માહિતી મળી રહી છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ પણ વેપારીઓ ને સાંભળશે કે પછી……!!
પૂર્વ વિસ્તારના એ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને તેમના અંગત ગણાતા માણસો ની વિગતો સાથે અમારો હવે પછીનો અહેવાલ વાંચતા રહો !