AHMEDABAD : એલિસબ્રિજ ના ધારાસભ્ય અમિત શાહને સોસાયટીમાં પ્રવેશ ના આપતા ધારાસભ્ય અમિત શાહે સિક્યુરિટી ગાર્ડની બોચી પકડી લીધી ! ? બોલો આ છે જનતા ના સેવક !

0
381

ભાજપના એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ રવિવારે તેમના વિસ્તારના લોકસંપર્ક રાઉન્ડ માં નવરંગપુરા ના કોર્પોરેટર સાથે નીકળ્યા હતા જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો.સેટેલાઈટમાં આવેલી કલાઉડ 9 સોસાયટી માં રાઉન્ડ લેવા ગયેલા ધારાસભ્ય અમિતશાહ અને કોર્પોરેટર ને અંદર ઘુસવા દેવામાં આવ્યા ન હતા જેથી ધારાસભ્ય અમિત શાહ ગુસ્સે ભરાઈ ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ સાથે જીભાજોડી કરવા લાગ્યા હતા જેથી હોબાળો થઈ જવા પામ્યો હતો.
એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય અને નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર સહિત 20 જેટલા કાર્યકરો લોકસંપર્ક રાઉન્ડ માં નીકળ્યા હતા જ્યાં વિસ્તારમાં વિકાસ લક્ષી કર્યો નહીં થયા હોવાથી સોસાયટીના રહીશો દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ એલિસબ્રિજ ના ધારાસભ્ય અમિત શાહ નો સ્વભાવ તોછડો અને દાદાગીરી વાળો હોવાથી તેમનાથી સહન થયું નહીં અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા.પહેલા સિક્યુરિટી ગાર્ડ સાથે અને પછી સોસાયટીના રહીશો સાથે બીભત્સ વર્તન કર્યું હોવાની વાત ચર્ચામાં આવી છે.ઘણા સૂત્રોના જણાવ્યા મુજબ તો ધારાસભ્ય અમિતશાહ એટલી દાદાગીરી ઉપર આવી ગયા હતા કે સિક્યુરિટી કર્મચારીની ફેટ પણ પકડી લીધી હતી.ફ્લેટના રહીશો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ગરમાતા ધારાસભ્ય અમિત શાહે ત્યાં થી ચાલતી પકડી હતી અને પોતાની ઉપર પોલીસ ફરિયાદ થવાનો ડર લાગતા જ જાતે જ સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચીને પી.આઈ.વ્યાસ સાહેબ સાથે પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો અને સોસાયટીના રહીશો ઉપર ફરિયાદ કરવાનું જણાવ્યું હતું પરંતુ પી.આઈ.વ્યાસ દ્વારા ધારાસભ્ય ને સમજાવ્યા હતા તેમ છતાં ન માનતા પોલીસ પણ ફ્લેટ ના સિક્યુરિટી ગાર્ડને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.જોકે આ બાબત ને લઈ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઈ.વ્યાસનું કહેવું છે કે આવી કોઈ બાબત પોલીસ સ્ટેશન પહોંચી જ નથી પણ આ બાબતને લઈ જો સોસાયટીના રહીશો સોસાયટીના સીસીટીવી ફૂટેજ આપે અને પોલીસ સ્ટેશનના પણ સીસીટીવી તપાસવામાં આવે તો સાચી હકીકત સામે આવે તેમ છે અને ધારાસભ્ય ની દાદાગીરી ખુલ્લી પડી જાય તેમ છે તેટલા માટે જ મામલો થાળે પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here