GUJARAT : બોગસ GST બીલિંગનો માસ્ટરમાઈન્ડ સુરેશ ઘડેચા અને લોકલ GST અધિકારી પ્રજાપતિ સાથે શુ ઘરોબો !? જાણો સમગ્ર અહેવાલ !

0
229

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ.1400 કરોડના બોગસ બિલિંગથી રૂ.41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું. આ કૌભાડના માસ્ટર માઈન્ડ રાકેશકુમાર ચોકસીની ધરપકડ કરીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
માણેકચોકમાં શ્રીસવા જ્વેલર્સના માલિક રાકેશકુમાર ચોકસીના સેટલાઇટના કલાતીર્થ નિવાસસ્થાન અને વ્યવસ્થાના સ્થળે દરોડા પાડતાં સોસાયટીની સિક્યુરિટી કેબિનમાં છૂપાવેલા ડિજીટલ ડિવાઈસીસ સહિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આર્થિક રીતે નબળા અને જરૂરિયાત ધરાવતા લોકોના આધાર, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે 3 બોગસ પેઢીઓ ઉભી કરીને GST નંબર મેળવીને અને તેનો દુરૂપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
અત્યાર સુધીમાં SGST દ્વારા 99 શખ્સની ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આરોપીએ જરૂરિયાત ધરાવતા અને આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટના આધારે 3 બોગસ પેઢી ઉભી કરી હતી અને ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને અને કોઈ પ્રકારે સર્વિસીસ કે માલસામાનની આપ- લે કર્યા વિના રૂ. 1,400 કરોડનું બોગસ બિલિંગ કોભાંડ આચરીને રૂ. 41 કરોડની ITC પાસ ઓન કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્ટેટ GST અધિકારીઓએ રાકેશ ચોકસી ની તો ધરપકડ કરી લીધી છે પરંતુ આ બોગસ બિલિંગ ના માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા ની ધરપકડ કરી ને તપાસ કરવામાં આવે તો 1400 કરોડ ના બિલિંગ કૌભાંડ કરતા પણ વધુ રકમના બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે.સુરેશ ઘડેચા ની વાત કરવામાં આવે તો આશ્રમ રોડ ઉપર એક ઓફિસ બનાવી કંપની નું નામ આપી બુલિયન માર્કેટ માં નામના ધરાવી અનેક વેપારીઓ ને બોગસ બિલિંગ બનાવી આપવાનું કૌભાંડ સુરેશ ઘડેચા દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની બુલિયન માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે બુલિયન માર્કેટના વેપારીઓ પણ વાતો કરી રહ્યા છે કે રાકેશ ચોકસી પકડાયો છે તો સુરેશ ઘડેચા નું નામ હજુ સુધી બહાર કેમ આવ્યું નથી બીજી તરફ વેપારીઓ એ પણ ચર્ચા કરી રહ્યા છે કે સુરેશ ઘડેચા હાલમાં બિલ્ડર બની ને બેસી ગયો છે અને તેના માણસો જ બધા જોડે મિટિંગો કરી રહ્યા છે અને સુરેશ ઘડેચા વૈભવી કારનો શોખીન હોવાથી ચોરીની કારનો પણ વેપાર કરી ચુક્યો છે તેવી વાત બુલિયન માર્કેટના વેપારીઓ પાસેથી જાણવા મળી રહી છે.હવે જોવાનું એ રહ્યું કે સ્ટેટ GST અધિકારીઓ સુરેશ ઘડેચા ની ધરપકડ ક્યારે કરશે.
બીજી તરફ એક વાત એ પણ સામે આવી રહી છે કે સુરેશ ઘડેચા રાકેશ ચોકસીના નંબર ઉપર કોન્ટેકટ કરી કામ કરી રહ્યો હતો હવે સ્ટેટ GST ની ટીમ દ્વારા રાકેશ ચોકસી અને તેના પરિવાર ની કોલ ડિટેઇલ્સ અને સમગ્ર માહિતી કાઢે તો સુરેશ ઘડેચાનું સૌથી મોટું GST કૌભાંડ બહાર આવે તેમ છે અને સુરેશ ઘડેચા ની સેન્ટ્રલ બેન્ક અને આઈડીએફસી બેન્કની ડિટેઇલ્સ કાઢવામાં આવે તો પણ સમગ્ર માહિતી બહાર આવી શકે તેમ છે.સુરેશ ઘડેચા ને લોકલ GST અધિકારી પ્રજાપતિ સાથે પણ ઘરોબો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના લીધે જ સુરેશ ઘડેચાની માહિતી સ્ટેટ GST સુધી પહોંચી શકતી નથી તેવું જાણવામાં આવી રહ્યું છે.

ક્રમશઃ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here