અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ,જુગાર,ડ્રગસ સહિતની નશાકારક વસ્તુઓ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેને પકડવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા આદેશ પણ કરવામાં આવ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસની રહેમરાહે અનેક બુટલેગરો બેફામ બન્યા છે.અમદાવાદ શહેરના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ઉપર સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક પોલીસ ની મિલીભગત સાબિત થઈ રહી છે.

વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો ક્રીમ વિસ્તાર એટલે કે નવરંગપુરા અને જ્યાં અનેક અધિકારીઓના ઘર આવેલા છે અને ગુલબાઈટેકરા ની નજીકમાં જ પોલીસ અધિકારીના ફ્લેટ સમર્પણ ટાવર આવેલું છે અને ગુલબાઈટેકરા થી પોલીસ સ્ટેશન પણ એક કિલોમીટર ના અંતરે આવેલું છે તેમ છતાં પણ અહીંના બુટલેગર ગોપાલ અને જીતુ દ્વારા ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનો વેપલો ચલાવવામાં આવે છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર જયપાલસિંહ ના આશીર્વાદ હોવાનું સામે આવી રહ્યું છે.

આમ તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નોન કરપ્ટ અધિકારી ઝોન 1 ડીસીપી સાહેબ દ્વારા ઝોન 1 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદેસર ધંધા નહીં ચલાવવા દેવાની સૂચના આપવામાં આવેલી છે તેમ છતાં પણ ઝોન 1 વિસ્તારમાં આવતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ ગુલબાઈટેકરા વિસ્તારમાં અંગ્રેજી દારૂ,દેશી દારૂ ચરસ, ગાંજો સહિતની વસ્તુઓ બેરોકટોક વેચાઈ રહી છે.વધુ તો વાત એ પણ જાણવા મળી રહી છે કે સ્થાનિક રહીશો દ્વારા તો વારંવાર ઉચ્ચ અધિકારીઓ ને જાણ પણ કરવામાં આવી છે અને સ્થાનિક કોર્પોરેટર તથા ધારાસભ્ય ને પણ રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાથી સ્થાનિક રહીશો પણ પોલીસ અને નેતાઓની કામગીરી થી ત્રાસી ગયા છે.
ક્રમશઃ