GUJARAT : GSTના કરોડો રૂપિયાના ડુપ્લિકેટ બિલો બનાવી સરકારને ચૂનો લગાડનાર સુરેશ ઘડેચાએ દીકરાના લગ્નમાં 12 કરોડ રૂપિયા કેવી રીતે ઉડાવ્યા !? સુરેશ ઘડેચા અને ભાવનગરના સ્ક્રેપના અનેક વેપારીઓ ની મિલીભગતની શંકા !

0
127

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ.1400 કરોડના બોગસ બિલિંગથી રૂ.41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું. આ કૌભાડના માસ્ટર માઈન્ડ રાકેશકુમાર ચોકસીની ધરપકડ કરીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. માણેકચોકમાં શ્રીસવા જ્વેલર્સના માલિક રાકેશકુમાર ચોકસીના સેટલાઇટના કલાતીર્થ નિવાસસ્થાન અને વ્યવસ્થાના સ્થળે દરોડા પાડતાં સોસાયટીની સિક્યુરિટી કેબિનમાં છૂપાવેલા ડિજીટલ ડિવાઈસીસ સહિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.

તો બીજી તરફ વિશ્વસનીય સૂત્રોએ વધુ એક માહિતી આપતા કહ્યું કે કાળા નાણાને વાઇટ કરવા માટે થઈ GSTના ખોટા બિલો બનાવી પોતે પોતાની ઓળખ બિલ્ડર હોવાની હવામાં વાતો ઉડાવીને વટવામાં બિલ્ડિંગ બાંધી કાળાનું સફેદ નાણું કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો કર્ણાવતી નજીક જાહોજલાલી સહિત 12 કરોડ રૂપિયા ઉડાવી દીકરાના લગ્ન કર્યા હતા.

જો.કે બીજો પ્રશ્ન તે પણ થઈ રહ્યો છે કે સુરેશ ઘડેચા અને ભાવનગરમાં રહેતા અનેક સ્ક્રેપના વેપારીઓના GST ડુપ્લિકેટ બિલિંગના કૌભાંડીઓની સેન્ટ્રલ GST દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયા GSTના ડુપ્લિકેટ બિલિંગ કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

તો એક વાત એ પણ સામે આવી રહી છે કે સુરેશ ઘડેચા રાકેશ ચોકસીના નંબર ઉપર કોન્ટેકટ કરી કામ કરી રહ્યો હતો હવે સ્ટેટ GST ની ટીમ દ્વારા રાકેશ ચોકસીના પરિવાર ની કોલ ડિટેઇલ્સ અને સમગ્ર માહિતી કાઢે તો સુરેશ ઘડેચાનું સૌથી મોટું GST કૌભાંડ બહાર આવે તેમ છે અને સુરેશ ઘડેચા ની સેન્ટ્રલ બેન્ક અને આઈડીએફસી બેન્કની ડિટેઇલ્સ કાઢવામાં આવે તો પણ સમગ્ર માહિતી બહાર આવી શકે તેમ છે.સુરેશ ઘડેચા ને લોકલ GST અધિકારી પ્રજાપતિ સાથે પણ ઘરોબો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના લીધે જ સુરેશ ઘડેચાની માહિતી સ્ટેટ GST સુધી પહોંચી શકતી નથી તેવું જાણવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનામાં સ્ટેટ GST અધિકારીઓએ રાકેશ ચોકસીની તો ધરપકડ કરી લીધી છે પરંતુ આ બોગસ બિલિંગ ના માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા ની ધરપકડ કરી ને તપાસ કરવામાં આવે તો 1400 કરોડ ના બિલિંગ કૌભાંડ કરતા પણ વધુ રકમના બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. સુરેશ ઘડેચા ની વાત કરવામાં આવે તો આશ્રમ રોડ ઉપર એક ઓફિસ બનાવી કંપની નું નામ આપી બુલિયન માર્કેટ માં નામના ધરાવી અનેક વેપારીઓ ને બોગસ બિલિંગ બનાવી આપવાનું કૌભાંડ સુરેશ ઘડેચા દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની બુલિયન માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે બુલિયન માર્કેટના વેપારીઓ પણ વાતો કરી રહ્યા છે કે રાકેશ ચોકસી પકડાયો છે તો સુરેશ ઘડેચા નું નામ હજુ સુધી બહાર કેમ આવ્યું નથી બીજી તરફ વેપારીઓ એ પણ ચર્ચા કરી રહ્યા છે કે સુરેશ ઘડેચા હાલમાં બિલ્ડર બની ને બેસી ગયો છે અને તેના માણસો જ બધા જોડે મિટિંગો કરી રહ્યા છે અને સુરેશ ઘડેચા વૈભવી કારનો શોખીન હોવાથી ચોરીની કારનો પણ વેપાર કરી ચુક્યો છે તેવી વાત બુલિયન માર્કેટના વેપારીઓ પાસેથી જાણવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે સ્ટેટ GST અધિકારીઓ સુરેશ ઘડેચા ની ધરપકડ ક્યારે કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here