GUJARAT : બોગસ GST બિલિંગ કૌભાંડી માસ્ટર માઈન્ડ સુરેશ ઘડેચા શા માટે નથી આવી રહ્યો પકડ માં !? કે પછી GST અધિકારીઓ સાથે ધરાવે છે ઘરોબો !?

0
53

બોગસ પેઢીઓ પાસેથી જે લોકોએ બિલો લીધા હતા તેમની તપાસમાં પકડાયું છે કે, તેમણે અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી. રાજ્યમાં સૌથી વધારે બોગસ બિલો લેવામાં ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણા મોખરે છે. અધિકારીઓ હાલમાં આવી બોગસ બિલો લેનારી પેઢીઓની તપાસ કરી રહ્યા છે.

​​​​​​​સ્ટેટ જીએસટીએ બોગસ પેઢીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેના આધારે ડિપાર્ટમેન્ટે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. બોગસ પેઢીઓના વ્યવહારોની ડિપાર્ટમેન્ટે તપાસ કરતા જે પાર્ટીઓએ બોગસ બિલો લીધા હતા તે તમામ પેઢીઓના વ્યવહારો ચકાસતાં અધિકારીઓ ચોંકી ગયા હતા. આ પેઢીઓએ અન્ય જગ્યાએથી પણ બોગસ બિલો લઇને આઈટીસી લીધી હતી.

આવી પેઢીઓના વ્યવહારમાં બહાર આવ્યું કે, આ પેઢીઓ હતી સાચી પરંતુ તેઓ બોગસ બિલો લઇને તેના ઉપર આઈટીસી લઇ લેતા હતા. આવી પેઢીઓ સૌથી વધારે ભાવનગર, સુરત, અમદાવાદ અને મહેસાણામાં વધારે હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. બિલો લેનારાઓમાં સૌથી વધારે સ્ક્રેપ, ફાર્મા, ટેક્સટાઇલ, બ્રાસ પાર્ટ્સ અને કેમિકલ્સ જેવી કોમોડિટીના હતા. માત્ર કાગળ ઉપર અસ્તિત્વ ધરાવતી પેઢીઓ પાસેથી બીલ લેનારી પેઢીઓના વ્યવહારો તપાસ કરતા તેમણે અન્ય પેઢીઓ પાસેથી પણ બીલો લીધા હતા.

બોગસ પેઢીઓ પાસેથી GST બીલ જે લોકોએ લઈ ને આઈટીસી મેળવી લીધી છે તેવા અનેક લોકો સ્ટેટ GST ના હાથે પકડાયા છે પરંતુ તાજેતરમાં જ પકડાયેલ રાકેશ ચોકસી કેસમાં 1400 કરોડના GST બીલનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું જે બાદ 17 માર્ચ સુધી રાકેશ ચોકસી રિમાન્ડ ઉપર હતો પરંતુ ત્યારબાદ રાકેશ ચોકસી ની તપાસ શા માટે નબળી કરી દેવામાં આવી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.બીજી તરફ GST બોગસ બિલ બનાવવામાં માસ્ટર માઈન્ડ ગણાતો સુરેશ ઘડેચા શા માટે સ્ટેટ GST ના હાથ માં નથી આવતો તે પણ એક પ્રશ્ન છે.ભાવનગર થી લઈ પુરા ગુજરાતમાં સુરેશ ઘડેચા નું નામ આપો એટલે કોઈપણ કંપની તમોને GST ના બોગસ બિલ આપી દેશે આવી ધાક જમાવી બેઠેલા સુરેશ ઘડેચા શા માટે સ્ટેટ GST ના હાથમાં નથી આવતો તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.હાલ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે અને અનેક વેપારીઓ ને GST અને IT પૂર્ણ કરવા માટે આવા બોગસ બિલ ની જરૂર પડતી હોય છે જે સુરેશ ઘડેચા પૂરું પાડી આપતો હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે સુરેશ ઘડેચા સ્ટેટ GST ના હાથમાં આવશે કે કેમ !?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here