AHMEDABAD : મહાઠગ મિસ્ટર બિન કિરણ પટેલ તો કસ્ટડીમાં પણ તેના ભાગીદારો માલિની પટેલ,જીગર શાહ અને કિન્નર શાહ ક્યાં ખોવાયા !? શુ આ લોકોની પણ થવી જોઈએ કે નહીં તપાસ !?

0
356

અમદાવાદ ના બહુચર્ચિત મહાઠગ મિસ્ટર બિન કહેવાતા કિરણ પટેલ ઘણાબધા સરકારી અને અર્ધસરકારી અધિકારીઓને પોતાની ખોટી ઓળખના દમ ઉપર ગોળ ફેરવનાર ભેજાબાજ કિરણ પટેલ જમ્મુ કાશ્મીર પોલીસના સકંજામાં છે અને એકપછી એક ખુલાસાઓ કરી રહ્યો છે ત્યારે ગુજરાતના ઘણા મોટમાથાઓ તથા ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.સમગ્ર સિસ્ટમ હાલમાં કિરણ પટેલના કિસ્સા ના કારણે ચર્ચા માં છે અને લોકોનું માનવું છે કે મોટા પીઠબળ વગર આવું કૌભાંડ શક્ય નથી.કારણકે સરકારી સિસ્ટમનું એક્ષસેસ એ કોઈ સામાન્ય વ્યક્તિ ના કામની વાત નથી અને આ તો ગાંધીનગર થી લઈ દિલ્હી કાશ્મીર અને અન્ય ઘણા રાજ્યોમાં અત્યંત સંવેદનશીલ સ્થળો ઉપર એક્સેસ મેળવી ચુક્યો છે હાલ સેન્ટ્રલ ની તમામ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ આ કથિત PMO અધિકારી એ ક્યાં કયાં અને કોની કોની સાથે સ્થળો ની મુલાકાત લીધી તેમના ઉદેશ્ય શુ હતા તેની ઝીણવટ ભરી તપાસ કરી રહ્યા છે.જેના ભાગરૂપે મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યા ના પુત્ર અમિત પંડ્યા પર પણ સકંજો કસાયો છે ત્યારે એક વાત બહુ જ ચર્ચાય છે કે સરકાર આ કૌભાંડમાં કોઈપણ ને છોડવાના મૂડ માં નથી તેથી જ આ મિસ્ટર બિન કિરણ પટેલની કંપની MODIFIED concept Pvt.ltd. ના ભાગીદારો કે જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સભ્ય જીગર શાહ,આર્થિક સેલ નો કન્વીનર કિન્નર શાહ તથા કિરણ પટેલની પત્ની માલિની પટેલ હાલ ભૂગર્ભ માં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવને અંગત આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કિરણ શાહ ની કંપની માં ડાયરેકટર તરીકે ની પોસ્ટ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય જીગર શાહ તથા આર્થિક સેલના કન્વીનર કિન્નર શાહ પણ ડાયરેકટર ની પોસ્ટ ઉપર છે.કિરણ પટેલ નો આ સમગ્ર મામલો હાલ તો દિલ્લી દરબારમાં પ્રસ્તુત થઈ ચૂક્યો હોવાનું અને તે માટે ખાનગી રાહે સોશિયલ મીડિયા સેલ તેમજ ખાસ વફાદારો ને આધાર પુરાવા સાથે સચોટ માહિતી એકત્રિત કરવાનું ફરમાન જાહેર થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.વધુમાં કિરણ પટેલ અને જીગર શાહ અને કિન્નર શાહ દ્વારા આર્થિક વ્યવહારો ક્યાં ક્યાં કર્યા તેની પણ માહિતી એકત્રિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી એક વાત તો એ નક્કી જ છે કે સમય જતાં જીગર શાહ અને કિન્નર શાહ ની પણ ધરપકડ કરવામાં આવે તો નવાઈની વાત નહીં.

કિરણ પટેલ અને તેના ભાગીદારો જીગર શાહ અને કિન્નર શાહ તથા તેની પત્ની માલિની પટેલના બીજા આધારભૂત પુરાવા સાથે જોતા રહો અમારો હવે પછીનો અહેવાલ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here