AHMEDABAD : મિસ્ટર બિન મહાઠગ કિરણ પટેલ નો વહીવટદાર મિલાપ આવ્યો માર્કેટમાં !? કોણ છે મિલાપ !? થઈ અનેક ડિપાર્ટમેન્ટ માં ફરિયાદો !

0
330

મહાઠગ કિરણ પટેલ દિલ્હી , જમ્મુ કશ્મીર કે ગાંધીનગરના જ સિનયર ઓફીસરોને ક્રિમ પોસ્ટીંગની લાલચ આપી તેમનો ઉપયોગ કરવાની સાથે સાથે સ્થાનિક ઇન્સ્પેકટરોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. મણીનગર, ખોખરા અને ઇસનપુર તથા વટવાના ઇન્સપેકટરો પોતાના કહ્યામાં જ રહેવા જોઇએ તેમ કિરણ માનતો હતો. કિરણના ખેલ સામે આવતાં શહેર પોલીસ અને જુદી જુદી એજન્સઓએ કિરણના કારનામાની તપાસ શરૂ કરી દીધી છે આ ઉપરાંત શહેરમાં કોઇ પણ વહિવટ કરી આપવાના દાવા કરતાં મિલાપ નામના પણ એક વ્યક્તિની ફરીયાદ એજન્સીઓ સુધી પહોંચી છે. જેની પણ તપાસ ચાલી રહી છે. હવે કિરણને દિલ્હીથી ગુજરાત લાવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યો છે.

અમદાવદાનો મહાઠગ કિરણ પટેલ વર્ષો પહેલા રાજકીયા પાર્ટીના કાર્યાલય પર જઇને બેસતો હતો. જ્યાંથી તેની ઓળખાણો થવા લાગી અને ધીરે ધીરે તેણે વહિવટો શરૂ કરી દીધા. વડતાલ ગાડીકાંડ પછી તેની હિંમત ખલી ગઇ અને તેણે પોતાની જાતને પીએમઓના અધિકારી તરીકે ઓળખાવાની શરૂઆત કરી દીધી. દિલ્હીમાં પણ તે પીએમઓના અધિકારી તરીકે રોફ જમાવતો હતો અને લોકોને રાજકીય અગ્રણીઓ અને નેતાઓ તથા અધિકારીઓની મીટીંગ કરાવવા માટે દિલ્હી લઇ જતો હતો.

કાશ્મીરમાં પણ તેણે આંટા ફેરા શરૂ કરી દીધા ભેદી સંજોગોમાં કાશ્મીરના અધિકારીઓ પણ તેને પીએમઓના અધિકારી માની તેને તમામ સુવિધાઓ પુરી પાડવા લાગ્યા ત્રણ ત્રણ વખત કિરણ પોતાના સાગરીતો સાથે કાશ્મીરને પણ પોતાની જ મિલકત સમજતો હોય તેમ પહોંચી ગયો હતો. ત્યારે જ આઇબીના રિપોર્ટ આવ્યા કે પોતાની જાતને પીએમઓનો અધિકારી ગણાવતો કિરણ તો મહાઠગ છે. કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેની પૂછપરછ ચલી રહી છે.

હવે અમદાવદ કે ગુજરાતમાં કિરણની જેમ કળા કરતા તત્વો સામે પણ વોચ વધી છે. ત્યારે જ દિપક નામના એક કથિત અધિકારી અને મિલાપ નામના વહિવટદારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. મિલાપ તો પૂર્વ મંત્રીના નામ સાથે કોઇ પણ વ્યવસ્થા ગોઠવી આપવાની વાતો કરતો હોવાની ફરિયાદો પણ તંત્રને મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here