AHMEDABAD : અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસથી બદલી ના ઓર્ડર થાય એટલે તરત બદલીના સ્થળે મોકલી દેવામાં આવે પણ અહીં તો પોલીસ કમિશ્નર નહીં પણ રેવા ભરવાડની ચાલે મનમાની ! જાણો શુ છે સમગ્ર મામલો !

0
477

અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું રહું છે જેના કારણે ગુજરાત પોલીસની છબી ખરડાઈ રહી છે.રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દેશી દારૂ ની ભઠ્ઠીઓ અને રેતી ખનન જોરશોરમાં ચાલતું હતું જે બાદ ઉપરી અધિકારીઓની નજરમાં આ વાત આવતા બંધ પણ કરાવ્યું હતું પરંતુ હાલમાં પણ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના વહીવટદાર રેવા ભરવાડની આગેવાનીમાં પ્રકાશ રબારી અને ભરત નામના બે કોન્સ્ટેબલ રિવરફ્રન્ટ વેસ્ટ ની હદ વિસ્તારમાં કોટેશ્વર ને તેની આજુબાજુમાં બુટલેગરોના ઘરે જઈ જઈ ને ધંધો શરૂ કરાવી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે.
આજે વાત કરવામાં આવેતો થોડા સમય અગાઉ એક ખુલ્લી જીપ ગાડીમાં રાણીપ ના એક બુટલેગરનો દીકરો રાઈફલ જેવી બંદૂક લઈ ને રિવરફ્રન્ટ ના રસ્તા ઉપર નીકળ્યો હતો અને જેનો વિડિઓ વાયુવેગે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે બાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સુધી વિડિઓ પહોંચવા માં સમય લાગ્યો હતો પરંતુ ઉપરી અધિકારી એટલે કે સેક્ટર 1 સાહેબ સુધી આ વિડિઓ પહોંચી જતા સેક્ટર 1 સાહેબ દ્વારા રિવરફ્રન્ટ વેસ્ટ પી.આઈ.પટેલ ને જાણ કરી ગુન્હો નોંધવા ની સૂચના આપવામાં આવી હતી.પરંતુ રિવરફ્રન્ટ પી.આઈ.ના ખાસ માનીતા વહીવટદારોની ત્રિપુટીએ બુટલેગર જયંતિ ઠાકોર સાથે ખેલ પાડી દીધો અને તેના દીકરા ને ખાલી ગાડી પોલીસ સ્ટેશન મૂકી જવા જણાવ્યું અને ગાડી પણ પી.આઈ.પટેલ ની ચેમ્બર સામે જ તેમની દેખરેખમાં કવર ઢાંકી ને મૂકી રાખવામાં આવી છે અને વિશાલ નામના શખ્સ ઉપર કોઈ જ પ્રકારનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો નથી જેની જાણ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ ને થતા જ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે બાદ રેવા ભરવાડની ત્રિપુટી ટીમ ના સભ્યો પ્રકાશ રબારી અને ભરત નામના કોન્સ્ટેબલ દ્વારા બુટલેગર ને કે તેના દીકરા ને કોલ કરી ને જાણ કરી દીધી કે આ ગાડી અહીંથી જલ્દી થી લઈ જાવ અને સગેવગે કરી દો જેથી થોડા જ સમયમાં આ ગાડી પોલીસ સ્ટેશન માંથી ગાયબ થઈ ગઈ તો હવે શું સમજવું આ વાત ને !? જેથી એક વાત એ સાબિત થઈ રહી છે કે પી.આઈ.પટેલ ના માનીતા વહીવટદારની ત્રિપુટી રેવા ભરવાડ,પ્રકાશ રબારી અને ભરત ની જોડીએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે.વધુમાં એક વાત એ પણ જાણવા મળી રહી છે એક મહિના અગાઉ રેવા ભરવાડ ની બદલી શાહપુર પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે પરંતુ રેવા ભરવાડ કારંજ પોલીસ સ્ટેશનનો પણ વહીવટ કરતો હોય તેને કારંજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવી હતી જે ન થવાથી હવે રેવા ભરવાડ ને શાહપુર જવું ગમતું નથી જેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.પટેલ દ્વારા છૂટા પણ કરવામાં આવતા નથી જેથી જો આ બાબતે ઉપરી અધિકારીઓ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવે તો રેવા ભરવાડ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.નું ખિસ્સું ગરમ જ રાખતો હોય તેવું લાગી રહ્યું છે.બીજી એક વાત એ પણ સામે આવી રહી છે કે રેવા ભરવાડ શાહપુર પોલીસ સ્ટેશનની બદલી નો ઓર્ડર કેન્સલ કરાવી કારંજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા માટેના સેટિંગ કરતો હોય રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. પટેલ છૂટા કરતા નથી અને જો છુટા કરી દે તો રેવા ભરવાડ ને શાહપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરવી પડે અને ક્યાંય પોતાની મનમાની ચલાવી ના શકે તે માટે જ રિવરફ્રન્ટ પી.આઈ.પટેલ નું ખિસ્સું ગરમ રાખતો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.આ બાબતે ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો આ વહીવટદાર ત્રિપુટી ની સમગ્ર પોલ ખુલ્લી પડી જાય તેમ છે.
તાજેતરમાં જ પોલીસ કમિશ્નર દ્વારા 5 જેટલા પી.આઈ. ની આંતરિક બદલી કરવા માં આવી અને એક પી.આઈ. ને સસ્પેન્ડ તથા એક પી.આઈ. ને સી.આઈ.ડી. ક્રાઈમ માં મોકલી આપવામાં આવતા જ આ પી.આઈ. ને તાત્કાલિક છુટા કરી જે તે સ્થળે પોસ્ટિંગ ની જગ્યા ઉપર હાજર થવા જણાવ્યું હતું તો આ જ વાત એક કોન્સ્ટેબલ રેવા ભરવાડ માટે કેમ લાગુ પડતી નથી કે પછી રેવા ભરવાડ જ અમદાવાદ પોલીસ કમિશ્નર છે !? તેવી વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here