AHMEDABAD : સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. ભૂમાફિયા અને ગુનેગારોના શરણે કે શું !? એક IPS અધિકારીને બદનામ કરનાર મહિલા જાગૃતિ વાઘેલાની ધરપકડ કેમ નથી કરી રહ્યા !? ઉઠ્યા અનેક સવાલો !

0
866

લોક મુખે ચાલી રહેલ ચર્ચા મુજબ અમુક દબંગ IG કક્ષાના IPS અધિકારીઓ અને તેમનાં ગુલામ પીઆઈ ની ગુજરાત માં ચાલી રહેલ અન્યાય ભરેલી લુખ્ખી દાદાગીરી ની મહેરબાની વારા ઓ ને આપશ્રી ના માનીતા પોલીસ અધિકારીઓ માનવામાં આવી રહેલ છે ?? શું જેના કારણસર આપશ્રી ના બીજેપી પક્ષ ઉપર બદનામી ના છાંટા ઉડી રહ્યા છે ?? શું આપશ્રી ને આવી લોક મુખે ચાલી રહેલ ચર્ચા ના બનાવો ની જાણકારી છે ??

લોક મુખે ચાલી રહેલ ચર્ચા મુજબ શું આપશ્રી ના માનીતા દબંગ IPS સરકાર ની નોકરી કરે છે.અને જનતા એ ભરેલા ટેક્ષ માંથી પગાર ચૂકવવામાં આવી રહેલ છે.અને શું સત્તાનો દુરૂપયોગ કરી ને ભૂમાફિયા ની ભૂમિકા ભજવી રહેલ છે ?? શું આવી ચાલી રહેલ ચર્ચા ના વિષયમાં આપને જાણકારી છે ??

સૂત્ર થી મલેલ પાક્કી જાણકારી મુજબ લોક મુખે ચાલી રહેલ ચર્ચા મુજબ કહેવામાં આવી રહેલ ગુરુ ચેલાની જોડી જે…જેની તેની જમીનોમાં હાથ નાખી ને દાદાગીરી કરીને પોતાના ફાયદા મુજબ હિટલરશાહી વાપરી રહ્યા છે ?? આવા કોય બનાવની શું આપશ્રી ને જાણકારી છે ??

આપશ્રી ને યાદ હસે કે એક સમયે આપશ્રી ગુજરાત ના ગ્રુહ મંત્રી હતા ત્યારે પ્રજા ના હિત માટે અને સમાજમાં અને સોસાયટી શાંતિ જળવાઈ રહે તે હેતુથી પ્રજાલક્ષી પોલીસ ડીપાર્ટમેન્ટ માં આપના દ્વારા યોગ્ય આદેશ આપવામાં આવેલ હતા..કે ગુજરાત ભરમાં કોય ક્રિમીનલે ગુનો કરેલ હોય તેવા ગુનેગારો આબાદ અને આઝાદ ફરવા ના જોઈએ તમામ ને શોધી કાઢી ને જેલમાં મોકલી આપવા.. તેમજ ગુજરાત ના કલેકટર કચેરીઓ માં પણ આપશ્રી દ્વારા યોગ્ય આદેશ આપવામાં આવેલ હતા કે જે ભૂમાફિયા ઓએ ગરીબ ખેડૂતો ની સાથે અન્યાય કરેલ હોય તેવા ભૂમાફિયા ઓને તો કડક માં કડક સજા થવી જોઈએ… શું આવા આપશ્રી એ કરેલ પ્રજાલક્ષી આદેશો યાદ છે ??

આપશ્રી એ પોલીસ ડીપાર્ટમેન્ટ ને આદેશ આપેલ હતા કે ગુજરાતમાં ક્રાઈમ ખતમ થઈ જવું જોઈએ એક પણ ગુનેગાર બચવો ના જોઈએ….જે આપના આદેશ નું પાલન કરી ને ગુજરાત માં ક્રાઈમ રેટ ટોટલી ખતમ થઈ ગયેલ… જે આપના આદેશ મુજબ જે IPS અધિકારી દ્વારા સૌથી વધુ ક્રિમીનલ ગેંગ નો સફાયો કરવામાં આવેલ હતો તેવા DGP કક્ષાના અધિકારી સાથે હાલમાં આપના જ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા સાચો ન્યાય મલી રહેલ નથી ??…શું આવા બનાવ ની આપને જાણકારી છે ??

કેમ કહી શકાય કે સાચો ન્યાય મલી રહેલ નથી ?? કારણકે એફીડેવીટ કાંડ ના જે આરોપીઓ હાલમાં જેલમાં મોકલી આપેલ છે શું તે તમામ આરોપીઓ સાચા છે ?? સૂત્ર થી મલેલ જાણકારી મુજબ તો સાચા આરોપીઓ તો હજુ શું બિન્દાસ બહાર ફરી રહ્યા છે ?? શું એફિડેવિટ માં સહી કરનાર જાગૃતિ વાઘેલા મહિલા નાની ઉંમર ની બાળકી છે ?? કે કોય બેહોશી ની દવા પીવડાવી દે ?? અને બેભાન હાલતમાં સહી કરાવી લીધી હોય ?? અને નોટરી અધિકારીઓએ આવી સહી ને માન્યતા પણ આપેલ હોય ?? આવી આ ATS બ્રાન્ચના અધિકારીઓ ની તપાસ માનવામાં આવે ?? ગુજરાત ની જનતા શું આવી આ તપાસ ને સાચી તપાસ માની લેશે ?? આવી આ થઈ રહેલ તપાસ ના વિષયમાં આપને જાણકારી છે ??

લોક મુખે ચાલી રહેલ ચર્ચા મુજબ ATS બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તેમજ પેથાપુર પોલીસ સ્ટેશનમાં તેમજ ગાંધીનગર SOG અને અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં આખી તપાસ નો વળાંક કોય IG કક્ષાના અધિકારી ના કહેવા મુજબ ખોટી દિશામાં વાળી દેવામાં આવી રહેલ છે?? કે પછી કોય ભૂમાફિયા ના ગુલાબી કાગળો ની મહેરબાની ?? શું આવા બનાવ અંગે આપશ્રી જાણો છો ??

IPS દુષ્કર્મ મામલા ની શરૂઆત શું સરખેજ પોલીસ સ્ટેશનમાં થી શરૂ થયેલ છે ?? એક ફરિયાદી પક્ષે અન્યાય અને બીજા ફરીયાદી જે અગાઉ થી જ આરોપી હોવા છતાં તેને ન્યાય…આવી ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ ની બેવડી નીતિ કેમ ?? ઈસ્માઈલ મલેક સૌપ્રથમ ફરિયાદી હતો.જેને જાગૃતિ વાઘેલા મહિલા ઉપર તેમજ અન્ય ની ઉપર સરખેજ પોલીસ સ્ટેશનમાં
તારીખ:૦૫/૧૧/૨૦૨૨ ના રોજ ફરીયાદ નોંધાવી હતી.અને બીજી તરફ તારીખ:૧૫/૦૧/૨૦૨૩ ના રોજ જાગૃતિ વાઘેલા મહિલા એ ઈસ્માઈલ મલેક ઉપર પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ એ ઈસ્માઈલ મલેક ની ફરિયાદ ઉપર કોય પણ પ્રકારની આજ દિન સુધી કોય કાયદેસર ની કાર્યવાહી કરવામાં નથી આવી ?? પરંતુ જાગૃતિ વાઘેલા મહિલા ની ફરિયાદ માં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં અને ઈસ્માઈલ મલેક ને જેલમાં મોકલી આપેલ… શું આપ સાહેબશ્રી ને જાણકારી છે કે ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ ની આવી બેવડી નીતિ કેમ ચાલી રહેલ છે ?? આ કહેવામાં આવી રહેલ જાગૃતિ વાઘેલા મહિલા ની વિરુદ્ધ માં જે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે. તેની તપાસ સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ વી.જે.ચાવડા ને પીઆઈ તરીકે ની ફરજ ઉપર થી હટાવી ને કોય ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પીઆઈ ને સોંપવામાં આવી ના જોઈએ ??

સૂત્ર થી મલેલ જાણકારી મુજબ સરખેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી ૭૦૦ કરોડ રૂપિયા ની જમીન મામલે શું જાગૃતિ વાઘેલા મહિલા ને હાથો બનાવીને ઈસ્માઈલ મલેક ને જેલમાં મોકલી આપેલ છે ??

ગુજરાત ની પ્રજા તરફથી આવા ઘણા સળગતા સવાલો ઉભા થયેલા છે. કોણ છે સલીમખાન બાદલખાન ?? કોણ છે શના ઉલ્લાહ ?? કોણ છે મુન્નાખાન ??અને શું અને કેવા પ્રકારના સંબંધો કયા અધિકારીઓ સાથે ધરાવે છે ?? કઈ જગ્યાએ આવેલી છે આવી આ જમીન ?? અને કોણ છે સાચા હકદાર આ ૭૦૦ કરોડ રૂપિયાની જમીનમાં ?? સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ ની શું ભૂમિકા ?? આખા ભારતમાં થયેલ વિકાસ ની સાથે કયા પોલીસ ઓફીસર IPS અધિકારીઓ નો પણ સારો વિકાસ થયો છે ?? શું તમામ તપાસ CBI બ્રાન્ચ ના અધિકારીઓ ને સોંપવામાં આવી જોઈએ ??

વધુ આર્ટિકલ્સ ભાગ : ૨ માં અને જોતા રહો સ્ટાર નયઇઝ ગુજરાતી લાઈવ અને વાંચતા રહો આર્ટિકલ્સ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here