AHMEDABAD : સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જે.ચાવડાએ ગુલાબી નોટોની ચાદર ઓઢી કે શું !? ફરિયાદ દાખલ થયે 5 મહિના થયા પણ IPS ને બદનામ કરનારી મહિલા હાથમાં નથી આવતી ! બોલો આવા છે સરખેજ પી.આઈ. !

0
482

બીજેપી સરકાર ના રાજમાં અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ વી.જે.ચાવડા ની દાદાગીરી ??

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં તારીખ:૦૫/૧૧/૨૦૨૨ નાં રોજની નોંધાયેલ ફરીયાદ નાં અનુસંધાન માં જેમાં જાગૃતિ વાઘેલા મહિલા અને અન્ય વ્યક્તિઓ તહોમતદાર છે.અને આવા કહેવાતા તહોમતદાર ઓ ઉપર શું કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી ?? તેવા વિષયમાં પુછપરછ કરવા હેતુથી જો સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ ને કોય પત્રકાર દ્વારા ફોન કરવામાં આવે છે. અને તેમાંય IPS દુષ્કર્મ એફિડેવિટ કાંડ નાં જાગૃતિ વાઘેલા મહિલા નું નામ બોલતા જ આવા કહેવાતા પીઆઈ વી.જે.ચાવડા પત્રકાર ના ફોન કાપી નાખે છે. કેમ યોગ્ય માહિતી આપી રહ્યા નથી ??

સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ એફિડેવિટ કાંડ ની જાગ્રુતિ વાઘેલા મહિલા સાથે એવાં તો કેવાં સંબંધ ધરાવે છે ?? કે જેના નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન નામંજૂર કરેલ હોવા છતાં આવા આ જાગૃતિ વાઘેલા મહિલા ની ધરપકડ ના કરી.અને પત્રકાર ને સાચી માહિતી પણ આપી રહ્યા નથી..

સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ ને શું કોય ભૂમાફિયા તરફથી ગુલાબી કાગળો નો વરસાદ થયેલ હશે ?? શું ભૂમાફિયાઓ નો વરસાદ ગણો વધુ પ્રમાણમાં થયો હશે ?? શું એના કારણે પત્રકાર ને સાચી માહિતી આપી રહ્યા નથી..

આપ સૌને જણાવીએ કે સરખેજ પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૫/૧૧/૨૦૨૨ ના રોજ જે એફિડેવિટ કાંડ ની જાગ્રુતિ વાઘેલા મહિલા ઉપર ફરિયાદ નોંધાઈ છે તેમાં રૂપિયા પાંચ લાખ ઘરમાં થી ચોરી કરી ને જતી રહેલ છે તેમ કલમ ૩૭૯ ચોરીનો આરોપ પણ નોંધપાત્ર થયેલ છે… માટે કહી શકાય કે ચોરીના તહોમતદાર ને સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પીઆઈ દ્વારા કેમ આવા તહોમતદાર ની ધરપકડ ના કરી ?? તે પણ આ જાગૃતિ વાઘેલા મહિલા ના તારીખ:૧૨/૦૧/૨૦૨૩ ના રોજ હાઈકોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવેલ હોય તેમ છતાં ધરપકડ કરવામાં ના આવી અને કેમ બિન્દાસ ફરવા દેવામાં આવી ?? શું ઈસ્માઈલ મલેક ઉપર ગાંધીનગર જિલ્લામાં ફરીયાદ કરવા માટે ?? શું એક ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી DGP કક્ષાના અધિકારી ને બદનામ કરવા માટે ?? શું સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પીઆઈ ને પહેલાં થી જ જાણકારી હતી જ ?? માટે ધરપકડ કરવામાં ના આવી ??

જો પચાસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ચોર..કે પછી નાની મોટી ઘરફોડી ચોરી કરેલ હોય કે પછી પચાસ હજાર રૂપિયાની ની કિંમત નુ વ્હિકલ ચોરી કરેલ હોય તેવા ચોરો ને પોલીસ ડીપાર્ટમેન્ટ ગણતરીના દિવસો પકડી પાડતી હોય છે…આતો પાંચ લાખ રૂપિયા ની ચોરી કરેલ ની ફરિયાદ થયેલ છે…તો પછી આવા ચોરી કરેલ તહોમતદાર ને સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ દ્વારા કેમ સાચવવા માં આવી રહેલ ??

સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ જણાવી રહ્યા હતા કે જાગૃતિ વાઘેલા મહિલા હાઈકોર્ટ ગયેલ છે. તે પણ હાઈકોર્ટે ચૂકાદામાં જામીન નામંજૂર કરેલ હોવા છતાં ખોટી રીતે જવાબ આપીને ખોટી રીતે કાયદા બતાવી ને જાગૃતિ વાઘેલા મહિલા નો બચાવ કરી રહ્યા હતા.. પરંતુ તાજેતરમાં એક બનાવ અંગે આપને જાણકારી આપુ છું કે એક પટેલ ઠગ ની પત્ની માલીની પટેલ હાઈકોર્ટ માં ગયેલ તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી છે..તો પછી આવી આ કહેવાતી મહિલા જાગૃતિ વાઘેલા માટે કાયદો અલગ કેમ ?? એક જ ગુજરાત નાં પોલીસ ડીપાર્ટમેન્ટ માં અલગ અલગ કાયદો કેમ ??

જેથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પીઆઈ આવા તહોમતદાર ને સાચવી રહેલ છે..અને શું કહી શકાય કે જાગૃતિ વાઘેલા મહિલા તરફ થી જે પણ ફરીયાદ ઈસ્માઈલ મલેક ઉપર કરવામાં આવી અને જે પણ DGP સાહેબશ્રી ને બદનામ કરવા માટે દુષ્કર્મ એફિડેવિટ કાંડ રચવામાં આવેલ તેની વ્યુહરચના સરખેજ પોલીસ સ્ટેશનમાં થી જ ઘડવામાં આવી હોય ?? આપ સર્વે સમજદાર છો સમજી શકો તેમ છો….🙏

સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ પાસે કોય પણ પ્રકારના સાચા જવાબો નહીં હોય માટે આ વિષયમાં પત્રકાર ના ફોન કાપી રહેલ છે ?? પરંતુ ટુંક સમયમાં હાઈકોર્ટ માં તો જવાબ આપવા તો પડશે જ….

મિત્રો સમાજ અને સોસાયટી માં શાંતિ જળવાઈ રહે અને ગુજરાત ની પ્રજા ને સાચો ન્યાય મલી રહે તેના માટે આવા જાડી ચામડીના પીઆઈ દ્વારા થતા અન્યાય સામે હું હંમેશા લડત આપતો રહીશ.

આપને જણાવી દઉં કે હું એક પોલીસ મિત્ર તરીકે પણ કામગીરી કરી રહ્યો છું…હુ પણ એક પોલીસ ભક્ત છું…અને પોલીસ ડીપાર્ટમેન્ટ માં બધા પોલીસ એક સરખાં નથી હોતા…અને સરખેજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન જાડી ચામડીના પીઆઈ જેવા પોલીસ તો ગુજરાત માં નથી જ.કે જે પોતાના ફાયદા માટે પોતાના પોલીસ ડીપાર્ટમેન્ટ નાં એક ઈમાનદાર DGP કક્ષાના અધિકારી ઉપર બદનામી ના છાંટા ઉડી રહ્યા હોય તો પણ કોય કાયદેસર કાર્યવાહી ના કરે.બહુ શરમ જનક વાત કહેવાય.

વધુ માહિતી જાણવા માટે આર્ટિકલ્સ વાંચતા રહો ભાગ:૩ માં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here