AHMEDABAD : એક તરફ વ્યાજખોરોને પકડવા માટે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો અને સરખેજ પી.આઈ.ચાવડા ઘોળી ને પી ગયા કે શું !? વ્યાજખોરોએ અપહરણ કર્યું અને હવે સરખેજ પી.આઈ. ને ફરિયાદ લેવા કરતા સમાધાન કરાવવા માં રસ !

0
279

અમદાવાદ : શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં રચાતા ખેલ એક પછી એક સામે આવી રહ્યા છે. પોલીસની કામગીરીની આડમાં ફરિયાદીને દબાણ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સરખેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર માંથી એક યુવકનું અપહરણ થાય છે જે ઘટના CCTV માં સ્પષ્ટ કેદ થાય છે. છત્તા સરખેજ પોલીસ ફરિયાદીને દબાણ કરે છે. કહે છે કે, સમાધાન કરી લો !!!!

પહેલા IPS દુષ્કર્મ મામેલ આરોપી મહિલાને છાવરમાં આવી ત્યાર બાદ સરખેજ વિસ્તાર માંથી એક યુવકનું અપહરણ કરનાર આરોપીઓને સમાધાનના નામે શા માટે છાવરવામાં આવી રહ્યા હશે ? સરખેજ પોલીસ સ્ટેશનના PI ઉપર કોઈનું દબાણ છે કે પછી ગુલાબીનોટો ધરાવતા લોકો સામે આંખ આડા કાન ?

તારીખ 23/03/2023 ના રોજ સરખેજ વિસ્તાર માંથી એક યુવકનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવે છે. એક કાળા કલરની કારમાં જબરજસ્તી ચાર પાંચ આરોપીઓ દ્વારા બેસાડી અપહરણ કરવામાં આવે છે. યુવકના અપહરણની ઘટના CCTVમાં કેદ થાય છે. પૈસાની લેતી દેતી મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાના ખુલાસો પણ થાય છે. બાવળા તરફ યુવકને લઇ જઈને ખૂબ જ માર પણ મારવામાં આવે છે. યુવકનું અપહરણ સરખેજ પોલીસ સ્ટેશનના હદ કરવામાં આવ્યું હોવાના કારણે યુવક તેના પરિવાર દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય છે. યુવક રજૂઆત કરે છે કે, 23 માર્ચના રોજ ચાર પાંચ ઈસમો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે માથાભારે લોકોએ તેને ખુબજ માર માર્યો હતો. પૈસાની લેતી દેતીનો મામલો હતો. પરંતુ અપહરણ કરવો તે એક ગંભીર ગુન્હો છે. જેથી યુવક ફરિયાદ આપવા ગયો તે સમયે પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા યુવક પર સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરવાં આવે છે.

સરખેજ પોલીસમાં બિરાજમાન પોલીસ અધિકારીઓ દ્વારા યુવક પર દબાણ કરતા કહેવામાં આવે છે કે, આટલી બાબતે ફરિયાદ ના લેવાય, આતો નાની બાબત કહેવાય પૈસા લીધા હોય તો પાછા આપવા પડે પૈસા પાછા ના આપો તો બધું થાય, તારે તારા પરિવારનું વિચારવાનું હોય, જેટલા પૈસા દેવાના નીકળતા હોય તે દઈને સમાધાન કરી શાંતિથી જીવન જીવવાની વગેરે વગેરે વાતો કરવામાં આવી હોવાના આક્ષેપો આનંદ હર્ષદભાઈ ઠક્કર (પીડિત) દ્વારા કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here