AHMEDABAD : મિસ્ટર બિન બનેલા કિરણ પટેલને જેમ સાત સાત લાખના પોપટ પોતાના ઘરે રાખવાનો શોખીન હાલ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં પોપટની જેમ આપી રહ્યો છે નિવેદન !

0
636

ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યુરિટીમાંથી સીધો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો છે. તે ક્રાઈમ બ્રાન્ચમાં કસ્ટડીમાં છે ત્યાં એક સમયે આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા. હાલ એક સામાન્ય કેદીની જેમ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આખી રાતે ક્રાઈમ બ્રાન્ચના લોકોમાં રહ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના તમામ પ્રશ્નોના જવાબ પોપટની જેમ આપ્યા હતા. પોતાની ગર્લફ્રેન્ડ મંત્રીના ભાઈનો બંગલો અને રૂપિયાના હિસાબ કિતાબના પ્રશ્નોના જવાબ કિરણ પટેલે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આપ્યા હતા.

ગુજરાતના મોટા બિઝનેસમેનને કાશ્મીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની લાલચ આપી જમ્મુ કાશ્મીર સુધી કિરણ પટેલ જઈ આવ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી રહી છે, ત્યારે કિરણ પટેલને 36 કલાકની મુસાફરી બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી લઈ આવી છે. કિરણ પટેલ એક સમયે સામાન્ય પોલીસવાળા અને ગાર્ડ પણ ન હતો છતાં પોતે ઝેડ પ્લસ અને તેનાથી પણ મોટી વ્યવસ્થામાં ઘૂસી જતો હતો. અલગ અલગ સોશિયલ મીડિયામાં પોતાનો રૂવાબ બતાવવા તે સેલિબ્રિટીને પોતાની સાથે રાખવા પ્રયાસ કરતો હતો.

24 કલાકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો કિરણ પટેલ કોર્ટમાંથી આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી દ્વારા તેનું ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું હતું. મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં શરૂ થયેલી તપાસ કિરણ પટેલને એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. અધિકારી પોતાની ચેરમાં બેઠા હતા, જ્યારે કિરણ પટેલને નીચે બેસાડવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા દરેક પ્રશ્નોના જવાબ મંગાતા હતા અને કિરણ પટેલ પણ તે જવાબ આપતો હતો. તેને ખબર પડી ગઈ હતી કે, જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે.

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન પોલીસે કિરણ પટેલને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, સાહેબ, મારી એક ગર્લફ્રેન્ડ હતી. આટલી બધી ગર્લફ્રેન્ડ તો મીડિયાવાળાને જ ખબર છે. આ વાંચીને હું પણ ચોંકી ગયો હતો કે, મારી આટલી બધી ગર્લફ્રેન્ડ છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાએ ગયો પણ હતો.

કિરણ પટેલ PMOના અધિકારી તરીકે ઓળખ આપતો હોવાના મામલે માંડલિકે ઉમેર્યું કે, એ પોતે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવે છે. મોટો રાજકીય વગ ધરાવે છે. એવી ખોટી રીતે લોકોને ઓળખાણ આપી, ખોટો દેખાવો ઉભો કરી, લોકો સાથે છેતરપિંડી કરે છે. કિરણ પટેલ સામે અન્ય અરજી કે ફરિયાદો છે, એની પ્રાથમિક તપાસ કરી એમાં તથ્ય જણાઈ આવે તો, એના વિરૂદ્ધ અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવશે. સાથે જ કિરણ પટેલના સોશિયલ મીડિયાથી લઈ એની ડિગ્રીથી લઈ એની પ્રોપર્ટી તમામની તપાસ કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here