GUJARAT : રક્ષક જ બન્યા ભક્ષક સોલા અને બગોદરા પોલીસ સ્ટેશનના ખોડા બંધુઓ સામે ઘરમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કર્યા નો આક્ષેપ ! એક ભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં તો બીજો ભાઈ બગોદરા પોલીસ સ્ટેશનમાં !

0
387

ગુજરાત રાજ્યમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક કાયદાઓ બનાવીને લુખ્ખા તત્વો બની બેઠેલા અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ધોળકા વિસ્તારમાં રહેતા એક ભરવાડ પરિવાર પર સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે ભાઈઓ દ્વારા એક મંડળી ઊભી કરી અને ફરિયાદીના ઘરે આવી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી માર માર્યો અને તોડફોડ કરી તેમજ ગાડીના કાચ તોડી નાખીને નુકસાન કરી ધોળકા વિસ્તારમાં ભાઈનો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

બીજી તરફ ફરિયાદી રાજુભાઈ ભરવાડ ના આક્ષેપ મુજબ ફરિયાદીના ઘરે આવીને મૂઢ માર મારેલ અને સ્ત્રીઓની ઈજ્જત પર પણ હાથ નાખેલ જેથી એક વાત એ સાબિત થઈ રહી છે કે પોલીસને પણ હવે કાયદાનો ડર લાગતો ન હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ ફરિયાદીના ઘરે આટલો મોટો હુમલો થવા છતાં ફરિયાદીના હાથના ભાગે ફેક્ચર થયેલ હોવા છતાં પણ કોર્ટ પોલીસ સ્ટેશન ધોળકા દ્વારા હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની એફઆઇઆર નોંધવામાં ન આવતા કોઠ પોલીસ સ્ટેશન ધોળકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉભા થવા પામી રહ્યા છે સોલા પોલીસ સ્ટેશનમાં ફરત બજાવતા અશોક ખેંગારભાઈ ખોડા તથા બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજયભાઈ બાબુભાઈ ખોડા બંને ભાઈઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હોવા છતાં પણ ધોળકા વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ રમેશભાઈ ભરવાડ ના ઘરે જઈ તેમના દીકરા તથા પરિવારના અનેક સભ્યો ઉપર હુમલો કરી અને તોડફોડ કરી એક ભાઈનો માહોલ ઉભો કરવામાં આવ્યો હોવા છતાં પણ આ બાબતને લઈ કોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર ઉપર પણ શંકા સેવાઈ રહી છે કે શું ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હોવાથી બંને ભાઈઓ ઉપર અને તેમની સાથે આવેલા 100 થી વધુ ના ટોળા ઉપર હજુ સુધી કોના કહેવાથી ફરિયાદ લેવામાં નથી આવી રહી તે પણ એક પ્રશ્નો ઉભો થવા પામી રહ્યો છે એક તરફ ગુજરાત સરકાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અનેક લુખ્તત્વોને જેલ ભેગા કરી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બે ભાઈઓ આ પ્રકારનું કૃત્ય કરે તો આમ જનતાનું શું થાય ?


પોલીસ એટલે પ્રજાની રક્ષક કહેવાય પરંતુ જો પોલીસ જ ભક્ષક બને તો સહાય માટે ક્યાં જવું તે પણ એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે ફરિયાદીનું કહેવું એમ છે કે જો આગામી દિવસોમાં હુમલાખોરો ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા કોર્ટના દ્વાર ખખડાવ્યા વગર અમોને ન્યાય ન મળે તેવું લાગી રહ્યું છે અને જો આગામી દિવસોમાં પણ અમારા કે અમારા પરિવાર ઉપર આ પોલીસ કર્મીઓ દ્વારા કે તેમના મળતીયાઓ દ્વારા અમોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે કે અમારા ઉપર ફરી હુમલો કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોકભાઈ ખેંગારભાઈ ખોડા તથા અજયભાઈ બાબુભાઈ ખોડા રહેશે અને જ્યાં સુધી અમોને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમોને અમારો પરિવાર અમારી લડત બંધ નહીં કરીએ અને જો આગામી દિવસોની અંદર તમામ આરોપીઓ ઉપર ફરિયાદ કરવામાં નહીં આવે તો ધોળકા એસપી અને ગુજરાત રાજ્યના ડીજીપીને મળીને અમો પોલીસ કર્મીઓ વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરીશું અને તેની મંજૂરી પણ અમારા પરિવાર દ્વારા માંગીશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here