ગાંધીના ગુજરાતમાં જે શાંતિ અને સલામતીનો અનુભવ ગુજરાતની જનતા કરી રહી છે. તે ગુજરાત રાજ્યના નશાબંધી કાયદાને આભારી છે.સમગ્ર વિશ્વમાં ગણ્યા ગાંઠયા એવાં રાજ્યો હશે કે જ્યાં નશાબંધીનો અમલ થતો હશે. નશાબંધી એટલું અસરકારક પગલું છે કે ગુજરાતની શાંતિ અને સલામતીથી પ્રભાવિત થઈ અન્ય રાજ્યોની સરકાર પણ આ દિશામાં વિચારી કરી રહી છે .અને બિહાર જેવા રાજ્યની સરકારે આને અમલમાં પણ મૂક્યું છે . ત્યારે દિવા તળે અંધારા જેવા ઘાટ ગુજરાતમાં જ જોવા મળી રહ્યો છે જ્યાં નશાબંધી અને અવગણી ગાંધીનગરના જ એક અધિકારી વિરુદ્ધ મેળાપીપણાંથી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના તેમની વિરુદ્ધ સત્તાકીય પક્ષના કાર્યકર કરેલ છે અને આવા આક્ષેપ તેણે અગાઉપણ અસંખ્યવાર કરેલ છે જેની ખરાઈ માટે અને તથ્યો ઉજાગર કરવા માટે તેણે સરકારને કોલ રેકોર્ડિંગ દસ્તાવેજોની ચકાસણી વગેરે માટે આપવા CCTV, ક્રાઇમ , FSL ની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરવા આહવાન કરેલ છે .
વાત જાણે એવી છે કે ગાંધીનગર નશાબંધી અને આબકારી વિભાગના વિજિલન્સ ઇન્સપેક્ટર બી.સી.યાદવ વિરુદ્ધ ભૂતકાળમાં પણ વખતો વખત કરવામાં આવેલ આક્ષેપોમાં વર્ષ 2011માં મેળાપીપણાંથી અમદાવાદની વાઇનશોપ ધરાવતી એક હોટેલમાં પરમીટ હોટેલના નામે મોટી રીતે દારૂનું વેચાણ બતાવી બરોબાર વેચવાના ગુનામાં સ્થાનિક પોલીસને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી દારૂ મેળવનારને ટ્રેપ કરાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તેમના વિરુદ્ધ થયેલ ફરિયાદમાં બી.સી.યાદવ વિરુદ્ધ ખાતાકીય તપાસનું નાટક ચલાવાનું પણ સૂત્રો ઘ્વારા જાણવા મળેલ છે જેમાં ખાતાકીય તપાસના નામે માત્ર એક વર્ષ માટે એક ઇજાફો ભવિષ્યની અસર સિવાય એક વર્ષ માટે અટકાવવાની શિક્ષા કરાઈ હોવાનું માલુમ પડેલ છે . આટલા ગુના માટે માત્ર એકવર્ષ માટે બઢતી અટકાવવાની સજા ? આવી સજા માટેનો હુકમ ખુદ જ એ સાહેબના સેટિંગની ચાડી ખાય છે ! અને તેથી જ તેમની બદલીપણ થતી ન હોવાનો આક્ષેપ થયેલ છે . આ સિવાય બી.સી.યાદવ વિરુદ્ધ પોતાની માલિકી , પોતાના કુટુંબીજનોની માલિકીના અપ્રમાણસર મિલકતો માટે મોલાસ્તરની હેરફેરથી સરકારને થતી આવકના નુકશાન જેવા અનેક ગંભીર આક્ષેપો થયા છે જેની આવતા અંકમાં વિગતવાર માહિતી આપીશું …..