AHMEDABAD : જૈન ધારાસભ્ય અમિતશાહ નો એલિસબ્રિજ વિસ્તાર બન્યો માંસાહારી વસ્તુઓનું હબ સેન્ટર કે શું !? મેયર બન્યા ત્યારે મેયર બંગલો દૂધથી ધોવડાવનાર અમિત શાહ હવે એલિસબ્રિજના રસ્તાઓ દૂધ થી ધોવડાવશે !? જનતા પૂછી રહી છે !

0
1875

રામ ના નામે અને ગાય માતાના નામે અને હિન્દુત્વ ના નામે બનેલી સરકાર માં ગુજરાત નું અદકેરું સ્થાન દુનિયામાં ધરાવતું હોવાની છાપ છે જે હવે ભૂંસાઈ રહી હોય તેવું શાકાહારીઓનું માનવું છે.લાલ દરવાજાને સાંકળી ને બનેલા ઓલ્ડ સીટી અમદાવાદમાં વિકાસની સાથોસાથ ઝવેરીવાડ ગાંધીરોડની આસપાસ જ્યાં મોટા પ્રમાણમાં જૈન સમુદાયના લોકો રહેતા હતા તે પરિવારો મોટાભાગે પાલડી,વાસણા, નારણપુરા કે અન્ય બીજા વિસ્તારોમાં સ્થાયી થઈ ગયા છે.શાહપુર અને દરિયાપુર ના મોટાભાગના પટેલ બંધુઓ ઘાટલોડિયા અને સોલામાં સ્થાયી થઈ ગયા છે જ્યારે બ્રાહ્મણ સમાજ ના લોકો નારણપુરા અને મણિનગર વિસ્તારમાં સ્થાયી થઈ ગયા છે અને આમ જ અમદાવાદ નો વ્યાપ વધતો ચાલ્યો.

આજે આપણે વાત કરીએ તો અમદાવાદના પાલડી વિસ્તારની એટલે કે એલિસબ્રિજ વિધાનસભાની જે વિધાનસભા ની દ્રષ્ટિએ અહીંના ધારાસભ્ય જૈન સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ઈરાદાપૂર્વક સ્થાનિક નાગરિકોને પરેશાન કરવાનો કારશો જાણે AMC એ ઘડી કાઢ્યો હોય તેવું લાગી રહ્યું છે.પ્રીતમનગર કોંગ્રેસ ભવન પાસેના મહારાણા કોમ્પ્લેક્ષમાં “હબીબી” નામથી નોનવેજ રેસ્ટોરન્ટ ને આંખ આડા કાન કરી ને જાણે કાયદેસરનો પરવાનો આપી દેવામાં આવ્યો છે.જેથી આ રેસ્ટોરન્ટ નોનવેજ વસ્તુઓનું ખુલ્લેઆમ પ્રદર્શન માં મૂકી અને વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે જેથી શુદ્ધ શાકાહારી અને ધર્મપ્રિય લોકોની લાગણી દુભાઈ રહી હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે અને જૈન ધારાસભ્ય અમિત શાહ થી રહીશો પણ નારાજ થયા હોવાની માહિતી મળી રહી છે.જોવાની વાત તો એ છે કે આ વિધાનસભા ની સરેરાશ વસ્તી બ્રાહ્મણ,પટેલ અને જૈન છે જેના મતોથી સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય જીતતા આવ્યા છે.અત્રે આપણે જણાવી દઈએ કે ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે મુસ્લિમ મહિલા હતા જે બાદ ભાજપ દ્વારા કોર્પોરેશનમાં પગ પેશારો કરતા મેયર જૈન સમાજ માંથી મુકવામાં આવ્યા જે પૂર્વ મેયર હાલના અમદાવાદ શહેરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય છે જેમણે મેયર બનતાની સાથે જ જે મેયર બંગલા માં મુસ્લિમ મેયર રહેતા હતા તે બંગલામાં જૈન સમાજ ના મેયર અમિત શાહ ને રહેવા જવાનું હોવાથી આખો બંગલો દૂધ થી ધોવડાવ્યો હતો અને મેયર બંગલા ના તમામ વાસણો પણ માળિયે ચડાવી દિધ હતા અને પોતે તમામ વસ્તુઓ નવી લઈ ને પછી મેયર બંગલા માં પ્રવેશ કર્યો હતો જેથી હવે એલિસબ્રિજ વિસ્તારની જનતાનું કહેવું છે કે જો મેયર બંગલા માં દૂધ થી ધોઈ ને રહેવા ગયેલા ધારાસભ્ય અમિત શાહ હવે એલિસબ્રિજ વિસ્તારના રોડ રસ્તાઓ દૂધ થી ધોવડાવશે કે પછી સત્તા માં બેસી ગયા એટલે પછી પોતાની જ મનમાની ચલાવવા ની કે શું !? બીજી તરફ એલિસબ્રિજ વિધાનસભા ની જનતા નું એ પણ કહેવું છે કે ક્યારે થી ધારાસભ્ય તરીકે અમિત શાહ નું નામ જાહેર થયું ત્યાર થી જ તેમના વહીવટદાર તરીકે પાલડીના કોર્પોરેટર પ્રીતેશ મહેતા અમિત શાહની જોડે ગોઠવાઈ ગયા હતા અને હાલમાં પણ ધારાસભ્ય અમિત શાહ ના તમામ વહીવટ પ્રીતેશ મહેતા જ સાંભળતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here