GUJARAT : નશાબંધી વિજીલન્સ ખાતાનો પી.આઈ.ભરત યાદવ દારૂની ખેપ માં પકડાયો અને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહિ ? ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? ભાજપના જ કાર્યકરે કરી અનેક ફરિયાદો ! છતા કાર્યવાહીના નામે મીંડું કેમ !?

0
676

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને અનેક ગુનેગારો અને સરકારી અકે બિન સરકારી અધિકારીઓ પણ કોઈપણ કામ માં બેદરકારી દાખવે તો તેના ઉપર તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવામાં આવે છે અને જે તે વિભાગ ના અધિકારી દ્વારા ગુન્હો કરનાર ઉપર કાર્યવાહી કરાવવા ની જવાબદારી સોપવામાં આવેલ છે પરંતુ અહી આજે આપડે વાત કરીએ એક એવા પી.આઈ. ની કે જે ગાંધીનગર નશાબંધી વિજીલન્સ ખાતા ના પી.આઈ. બી.સી.યાદવ છે જે ચાલુ ફરજે પોતાની જ ગાડી માં દારૂ ની હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા અને જે તે સમયે તેમના ઉપર ગુન્હો પણ દાખલ કરવામાં આવેલ હતો જો સરકારી અધિકારી આ પ્રકાર નું કૃત્ય કરે અને તેમના ઉપર કોઈ જ પ્રકાર ની કર્ય્વાગી કરવામાં ન આવે તો શું થાય ? એક પી.આઈ. કક્ષાનો અધિકારી દારૂ ની ખેપ મારતા પકડાયો અને ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી પણ સસ્પેન્ડ કરવામાં ન આવતા ગુજરાત સરકાર ની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પમકી રહ્યા છે.આ પી.આઈ. બી.સી.યાદવ ના અનેક આવા કાળનામાં ભાર આવી રહ્યા છે તેમ છતા હજુ સુધી કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક શંકાઓ ઉભી થવા પામી રહી છે. પી.આઈ.બી.સી.યાદવ દારૂની ખેપ મારતા પકડાયા તો હજુ સુધી તેમના ઉપર ખ્તાકીય તપાસ કેમ કરવામાં નથી આવી ? શા માટે પી.આઈ.બી.સી.યાદવ ને છાવરવા માં આવી રહો છે ? શું બી.સી. યાદવ ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સુધી ગુલાબી પત્તીઓ નો વરસાદ કરે છે ?
નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી. યાદવ ની વધુ કરતૂતો જોતા રહો અમારા ભાગ ૩ માં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here